________________ 110 તેણે કહ્યું સધ્ધર્મ નામને શ્રાવકશ્રેણ, હે પથે! અત્રને જ રહેનાર જિનપૂજામાં ઘણે તત્પર હતો, તે એક દિવસ સ્નાન કરાવતો હતો તેવામાં તેના હાથમાંથી કલશ ખશી પડયે, ને જિનેશના અંગુઠા ઉપર પડ જેથી તુરત અંગુઠો ભાગી ગયો–૬૯-૭૦ ત્યારે સધ્ધમેં વિચાર્યું કે હું કે પાપી છું કે મેં જગદીશ્વરનું બિંબ ખંડિત અને અપૂજય કર્યું–૭૧ જ્યાં સુધી મને પાપનું સ્મરણ રહે ત્યાં સુધી મારે આહાર કરે નહિ એમ આગ્રહ લેઇને તે હઠ કરી બેઠો–૭૨ - ધરણુંક એવા સુરેશ્વર તેની ભાવભક્તિથી પ્રસન્ન થઈને પ્રત્યક્ષ થયા અને બોલ્યા કે હું તારા ભાવથી, સત્વથી, તપથી, પ્રસન્ન છું, તું પારણકર, બિંબને અંગુષ્ટ આવશે–૭૩–૭૪ , | સ્નાન કરાવી ઘણાંક પુષ્પાદિથી પૂજા કરી દીપ ધરીને દ્વાર બંધ કરજે–૭૫ અને હે ભાગ્યશાલી! ઉત્સવપૂર્વક સંઘને લઇને સવારે બારણાં ઉઘાડવા આવજે–૭૬ - સધ્ધર્મ તે પ્રમાણે કર્યું તે જિનેન્દ્ર કદલીના અંકુરની પેઠે પૃથ્વીમાંથીજ નવપલ્લવ થઈ રહ્યા–૭૭ એવા આશ્ચર્યકારક તીર્થને નમસ્કાર કરીને હું રેવતાચલ ગયો અને યાદવોના અધીશ્વર એવા શ્રી નેમિનાથને મે-૭૮ વારત્નમય, શ્યામ, શાશ્વત, સર્વકામપ્રદ, મહાપ્રભાવસંયુક્ત અને મંદિરના ઉમરા ઉપર રહેલા એવા તેમને મેં નમન કર્યું-૭૮ ત્યાં જિનાધીશને એક ગોષ્ટિક જે સુંદર ભાષણ કરવાવાળે હતો તેને પૂછ્યું કે શ્રી નેમિનાથનું મંદિર વિપરીત કેમ છે?-૮ , તેણે કહ્યું હે પાંચ, સાંભળ જયાં શ્રી નેમિનાથનાં ત્રણ કલ્યાણિક થયાં છે એવું રૈવતાચલ તીર્થે વિખ્યાત છે-૮૧ તે ત્રણ તે દીક્ષા, જ્ઞાન અને નિર્વાણું, જે આખા જગતને આશ્ચર્ય કરવાવાળાં છે, ને જેમને લીધે જ આ તીર્થ શત્રુંજયકરતાં ચતુર્ગુણ છે–૮૨ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust