________________ 133 - હે વિપ્ર પ્રાણપ્રિય એવા વિક્રમ ભૂપાલને આ જુદા જુદા પ્રભાવવાળાં રત્ન તમારે સત્વર આપવાં–૩૩ એમને જગતને આશ્ચર્ય કરવાવાળો પ્રભાવ સાંભળોઃ એકથી જેટલી ઈચ્છા હોય તેટલું દ્રવ્ય થાય છે, બીજાથી ભોજન નીપજે છે, ત્રીજાથી સૈન્ય પેદા થાય છે, ને ચેથાથી આભૂષણ થાય છે, આ પ્રમાણે બતાવીને જલાધીશ અંતર્ધાન થઈ ગયા-૩૪-૩૫ બ્રાહ્મણ એ રત્નો લઈને રાજા પાસે સત્વર ગયે, અને રત્નો ને આગળ મૂકી તેને પ્રભાવ સમજાવવા લાગ્ય–૩૬ રાજાએ મહેસવપુર:સર બ્રાહ્મણનું સન્માન કર્યું, અને સેનાના 'પાટ ઉપર મૂકીને રત્નની પૂજા કરી-૩૭ | વિક્રમે વિચાર્યું કે આ બ્રાહ્મણે મહા અદ્ભુત કાર્ય કર્યું માટે એને સારી દક્ષિણ આપવી ઘટે-૩૮ - હે વિપ્રરાજ! મારી વાત સાંભળે, ને આમાંનું એક મહારત્ન મનવાંછિત આપવા વાળું જે ગમે તે તમે લે-૩૮ , બ્રાહ્મણે વિચાર કર્યો કે જે મારી મરજી પ્રમાણે એક લઈ જઈશ તો ઘેર કલહ થયા વિના રહેવાને નથી–૪૦ મારી વહુ છે, મારા દીકરાની વહૂ છે, ને મારો પુત્ર વિચક્ષણ છે, માટે એમને બધાને પૂછીને એક રત્ન નક્કી કરી લઈશું-૪૧ " એમ થવાથી કુટુંબમાં કલહ પેસશે નહિ, બાકી કુટુંબકલહ બહુ નઠારો છે તેનાથી પૂર્વે કૈરોનો પ્રલય થ છે-૪૨ - ચકલી, લકકડખોદ, માખી, અને દેડકે, એવાં ઘણાં સાથે વિરોધ કરવાથી હાથીને વિનાશ થયે-૪૩ જેના ઘરમાં નિત્ય કુટુંબકલહ થાય છે, તેને ઘેર કે બહાર કહીં પણ સુખ થતું નથી–૪૪ સર્વને આનંદ આપનારૂં સુખ તે શાન્તિમાંથી થાય છે, ને શાન્તિ કુટુંબમાં મેળ રાખવાથી બને છે, માટે કુટુંબકલહ કંદાપિ કરે નહિ-૪૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust