________________ 135 થાય તે રત્ન રાખવું કેમ કે દેશ, ગામ, પુર, ઈત્યાદિ સમેત જે રાજય તે તેનાથી જ મળે છે–પ૭ લક્ષ્મીનું જે તેજ છે તે રાજતેજ આગળ કઈ નથી, જેમ સૂર્યના તેજ આગળ આકાશમાં વિદ્યમાન એવા પણ તારા જણાતા નથી–૫૮ ત્યારે બ્રાહ્મણની વહૂ બોલી કે જેનાથી ભોજન થાય તે માટે રાખવું. કેમ કે, રાજ્ય કરીને પણ ખાળવાનું તે તેજ છે–૫૯ પૃથ્વી ઉપર રત્ન તે ત્રણજ છે-જલ, અન્ન, ને સુભાષિત–બાકી પથરાના કટકાને તો મૂર્ખ લેકે રત્ન ઠરાવ્યા છે-૬૦ ધાન્યની ઉત્પત્તિ દુર્લભ છે, વ્યય નિરંતર છે, માટે સર્વ રત્નનું પ્રધાન જે અન્ન તે જેને ઘેર છે તેને ઘેર સર્વ કુશલ છે–૬૧ પુત્રપત્નીએ છેવટ કહ્યું કે એમાં કાંઈ માલ નહિ જેનાથી આભૂષણ થાય તે રત્નજ મારે તે રાખવું છે-૬૨ મોટા ઈંદ્ર સરખા, તેમ મનુષ્ય, જિનપ્રતિમાદિ, સર્વ અને વિશેષ - નારીઓ તે આભૂષણથી જ શોભે–૬૩ એમ ચારે જણને પરસ્પર કલહ સળગે, એટલે બ્રાહ્મણે ક્રોધ કરીને બધાને હાકી કાઢયાં-૬૪, . ને ચારે રત્ન લઇને રાજા પાસે આવી ને આગળ રત્ન મૂકીને બેલ્યો . - કે મહારાજ! આ રત્ન આપના ભંડારમાં મૂકા–૬૫ ' રાજાએ કહ્યું હે બ્રાહ્મણ આ ચારે કેમ પાછાં આપ્યાં એક રાખ્યું . શા માટે નહિ?-૬૬ . બ્રાહ્મણે કહ્યું મારા કુટુંબમાં રત્ન કોઈને પણ ગમતું નથી, ને કદાપિ કોઈને એકાદ ચે છે તે મહા કલહ થાય છે-૬૭ - હું, મારી પ્રિયા, પુત્ર, ને પુત્રવધૂ, ચારેને અભિપ્રાય જુદો થાય છે. શાસ્ત્રવચન મિથ્યા નથી –કે ગજ, છત્ર, ઉત્તમ રંભા, નોબત, સિંહાસન, ચામર, એટલાં રાજાને ઘેરજ શેભે–૬૮-૬૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust