________________ 134 આવા વિચારમાં પડેલે, રાજાએ બ્રાહ્મણને દીઠો ત્યારે પૂછયું કે મનવાંછિત આપનાર એવું રત્ન કેમ તમે લેતા નથી -46 બ્રાહ્મણે કહ્યું હે સ્વામી! મારે ઘેર મારી વહુ, મારો પુત્ર અને પુત્રની વહૂ એવાં ત્રણ જન છે, તેમને જે રુચે તે હું લેંઉ એમ વિચાર કરૂં છું -47. નહિ તે મારા ઘરમાં નકકી કંકાસ થયા વિના રહે નહિ, ને તેમ થાય ત્યારે તો મરણ પર્યત દુઃખ પેદા થાય -48 જયાં ઉચ્ચસંગ નથી, જ્યાં નાનાં બાલ નથી, ને જ્યાં ગુણગૌરવને વિચાર નથી, તે ઘરને ઘર ન જાણવા–૪૯ બ્રાહ્મણનું આવું કહેવું સાંભળીને રાજાએ કહ્યું કે આ ચારે રત્ન ઘેર લઈ જઈને નિશ્ચય કરે–૫૦ * બ્રાહ્મણ તે પ્રમાણે રત્ન લઈને ગયે તો ઘરધણીને આવતો દેખીને, તથા હર્ષ ભર્યો દેખીને, તેનું કુટુંબ આલિંગનાદિ દેવા લાગ્યું–૫૧ પછી બ્રાહ્મણે પેલા રત્નનો પ્રભાવ એક પછી એક એ ત્રણેના આગળ કહી બતાવ્યું ને દળદર ફેડી નાખે એવાં તે પ્રત્યેક છે એમ સમજાવ્યું–પર આ ચારમાંથી હવે તમને જે રુચે તે એક રાજાએ આપણને આપી દીધું છે માટે કહે કીધું રાખીશું?–૫૩ || બ્રાહ્મણે પોતે કહ્યું કે મારે મન તે દ્રવ્ય આપનાર રત્ન સારૂ છે, કેમ કે દ્રવ્યથકીજ કુલ, રૂપ, સુખ, યશ, બધું પેદા થાય છે–૫૪ જેને વિત્ત છે તે જ નર કુલીન છે, તેજ પંડિત છે, તે જ કૃતિસંપન્ન છે, તેજ ગુણજ્ઞ છે, તેજ વક્તા ને તેજ કાન્તિમાન છે-સર્વે ગુણ સેનામાં વસે . છે–૫૫ , , ગોવાળીઆનો નાયક છતાં, કૃષ્ણ છતાં, હલધરને ભાઈ છતાં, લક્ષ્મીથી અલંકૃત હતો તો તે પુરુષોત્તમ કહેવાયા–પ૬ ત્યારે પુત્રે કહ્યું કે એ વાત ઠીક પણ મારે તે જેનાથી તેના પેદા P.P. Ac. Guntratnasuri.M.S. Jun Gun Aaradhak Trust