________________ - 132 જલધિની શી શેભા કહીએ! લક્ષ્મીની જન્મભૂમિ છે! તમારો મહિમા પણ કહી શકાય! તમારે એક દીપ તેજ આખું ભૂમંડલ છે એમ સંભળાય છે! જેનો પાર કોઇ પામતું નથી, જેના યાચક મેઘ છે, અને જેની શકિત એવી કઈ અદ્ભુત છે કે જેના ક્ષેભથી કલ્પાંત થઈ રહે છે! -- 23 - - મણિ જેના કાંકરા છે, હરિ જેના જલચર છે, લક્ષ્મી જેનાં જલમાનુષ છે, મુક્તા જેનો એસ છે, પરવાળાંની લતાઓ જેની રેતી છે, અમૃત જેની શેવાળ છે, જેને તીરે ક૯પવૃક્ષ આવી રહ્યાં છે, તેને શું બાકી છે ! નામ પણ રત્નાકર છે, અને આખું જગત્ જેનાથી જીવે છે, તેવા જલનું દાન મેઘને આપનાર પણ તેજ છે!—૨૪ આવી રતુતિ કરીને બ્રાહ્મણ જરાક વાર પાસે ઉભે હતા તેવામાં સમુદ્રદેવ સાક્ષાત્ પ્રકટ થયા–ર૫ | વિક્રમે મેકલેલી આવી મહાપૂજા સ્વીકારીને અંબુધીશ્વર શ્રીસ્વસ્તિક સુંદર વચન બોલ્યા–૨૬ વિક્રમાદિત્યની મહાભક્તિથી હું પ્રસન્ન થયે છું, એ અમારા હૃદયને ઈશ્વર એ રાજા દૂર છતાં અમને અતિપ્રિય છે–૨૭ | દર્શન થાય તે ઉત્કંઠા થાય છે, દર્શન થતાં વિરહને ભય લાગે છે, જે - પ્રિય છે તેનું દર્શન થતાં કે દર્શન ન થતાં એક રીતે સુખ પડતું નથી–૨૮ વહરૂ થયરી વલ્લહ હીય ઇખ દુઃ ખ ઈ તિગ્નિ વસારતાં ન વિસરઇ વસતાં ઉવસી રગ્નિ૨૯ - ગુણનિધિ એવા સજજનોને વિયોગ કદાપિ પણ પ્રેમના વિવંસનું કારણે થતો નથી; ઘનથી ઢંકાઈ ગયેલે અને દૂર રહેલે એવો પણ ચંદ્ર શું પિયણી ઉપરથી પ્રેમ ઉઠાવી લે છે! -30 આપે છે લે છે, ગુહ્ય પૂછે છે કહે છે, જમે છે જમાડે છે, એ છ પ્રેમલક્ષણ છે–૩૧ હે વિપ્ર! શ્રી વિક્રમને વેગ્ય એવાં વાંછિતાર્થ આપનારાં આ ચાર રત્ન લઈ જાઓ એમ સ્વરિતકે કહ્યું–૩૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust