________________ ' 131 એમ કહેતાં જ વિકમ બે કે હે સ્વામી! મારી કસુર થઈ છે, પ્રભાતમાં જ આપની સર્વ પૂજાદિ ક્રિયા કરીશ-૯, વિક્રમ શ્રીસ્વસ્તિકદેવને પગે પડ્યો એટલે તેણે પણ પ્રસન્ન થઈ એને માથે હાથ મૂ-૧૦ હે વિક્રમ! તને સર્વદા યશ, ધન, સંપૂર્ણ રહે એવો આશિર્વાદ આપીને સ્વસ્તિક દેવ ચાલતા થયા-૧૧ જે આળસુ છે તેને વિદ્યા ક્યાંથી, વિદ્યા નહિ તેને ધન કયાંથી, ને ધન નહિ તેને મિત્ર ક્યાંથી, ને ચિત્ર નહિ તેને બલ ક્યાંથી?–૧૨. બલ વિનાને માન ક્યાંથી, માન નહિ તેને યશ કયાંથી, ને જે યશરહિત ખોળીયું છે તેને જીવ્યા કરતાં મરવું જ સારૂ છે–૧૩ પ્રભાત થતાંજ રાજાએ, સર્વ વિદ્યામાં અને ક્રિયામાં કુશલ એવા વિશ્વનાથે પુરેહિતને બોલાવ્યા–૧૪ તે છ કર્મમાં નિરત, પાપરહિત, ધર્મપરાયણ, સદા અગ્નિહોત્ર પાળનાર, ત્રિકાલ સ્નાન સંધ્યા કરનાર, ગંગા દેવીએ પોતાના પુત્ર રૂપે માને. મહાન, નિભી, વિનયી, વચનચતુર, સુશીલ, સર્વદા શુધ્ધ, એ હત–૧૫–૧૬ તે બ્રાહ્મણને વિક્રમભૂપાલે કહ્યું કે પાપનાશન એવા સમુદ્રતીર ઉપર જાઓ, અને જ્યાં, હે બ્રાહ્મોત્તમ! ગંગાના સંગમનું તીર્થ છે ત્યાં સ્વ'સ્તિક દેવનું મહેસું મંદિર છે તે ઠેકાણે સમુદ્રનું પૂજન કરવું, અને તેને ભોગ ધરાવવા માટે એક કેટિ સુવર્ણ સાથે લઈ જાઓ–૧૭–૧૮–૧૯ ભેગ સામગ્રી લઈને દ્વિજોત્તમ વિશ્વનાથ, રાજાની આજ્ઞાથી ચાલ્યો ને થોડા જ વખતમાં સમુદ્રના ગંગાતીથે ઉપર આવ્ય–૨૦ . ' સમુદ્રતટે જઈ તેણે વિધિપૂર્વક, ગંધાક્ષતપુષ્પ ફલ નૈવેદ્ય દીપક આદિથી, પૂજન કર્યું-૨૧ જલના અધિષ્ઠાતાની પૂજા કરીને પછીથી જલદેવતાને પૃથફ પૃથફ બલિ આપી સ્તુતિપાઠ ક–૨૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust