________________ 138 સમુદ્ર જે ગંભીર, પરેપકારનિરત, દયાવાન, વિનયી, ધીર અને પરસ્ત્રીને ભાઈ હત–૧૨ અરિષગને જય કરનાર, જગદ્વિખ્યાત, મેરની પેઠે નિશ્ચલ, એ સર્વ રાજાનો શિરોમણિ હતો--૧૩ ત્યાગી, ભેગી, નીતિશ, જ્ઞાની, શૂર, વિદ્વાન, મદમેહવિમુક્ત, ને ત્રણે લેકને આનંદ આપનાર હત-૧૪ . હજારો ગુણ કરતાં દાનગુણ મહેઠો છે, ને તે સાથે જો વિદ્યાનું . વિભૂષણ હોય તો તે કહેવાનું જ શું? તે ઉપરાંત વળી શૂર હોય તે તે - મહા પવિત્રતાની વાત! અને એ ત્રણે છતાં જરાએ મદ નહિ એવાને તો અનેક નમરકાર!!--૧૫ ત્યાં બહુ વિદ્યામાં નિપુણ અને વિચારજ્ઞ, ધમર્થકામને મેક્ષ ચારેન શાસ્ત્રનો જાણનાર, એક બ્રાહ્મણ હતો-૧૬ ષડંગ સહિત ચારે વેદ, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર, પુરાણ, એ ચતુશિવિદ્યા તે જાણતો હતો--૧૭ બે ભ, બે મ, ત્રણ વ, ત્રણ બ, અપલિંના કદ્દગાસી એમ અરાઢ પુરાણ જાણતો હતા--૧૮ - મનુ, અત્રિ, વિષ્ણુ, હારીત, યાજ્ઞવલ્ક, ઉશના, અંગિરા, યમ, આતંબ, સંવર્ત, કાત્યાયન, બૃહરપતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગામ, શાતાતપ, વશિષ્ઠ, એટલાનાં ધર્મશાસ્ત્ર, તથા ગેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, અને છ અંગ, તથા મીમાંસા અને ન્યાય, એ પણ તે જાણતો હતો-૧૯-૨૦–૨૧. એમ ચોદ વિદ્યાનો જાણ તે પુરુષરૂપે સરસ્વતીને અવતાર હતો, ને તે ભાગ્યવાનનું નામ પૃથ્વી ઉપર ભૂધર એવું પ્રસિદ્ધ હતું-૨૨ વિદ્યા છે તે જ પુરુષનું ઉત્તમ રૂપ છે, પ્રછન્ન અને ગુપ્ત ધન છે, 1. બે ભ તે ભાગવત અને ભવિષ્યોત્તર; બે મ તે માસ્ય અને માર્કડેય; ત્રણ વ તે વૈષ્ણવ, વારાહ, વામન, ત્રણ બતે બ્રાહ્મ, બ્રહ્મવૈવર્ત, બ્રહ્માંડ; ને આ તે આગ્નેય, 5 તે પાઘ, લિં તે લૈધાગ, ના તે નારદીય. સ્કતે કાન્ડ, ફતે કર્મ, ગ તે ગાડ, અને સી તે શૈવ. P.P. Ac. Gunratnasuri M.S. Juo Gun Aaradhak Trust