________________ " . 120 કાઢો છો? માટે હે મૂઢ જે તે રીતે તારે દેહ સાચવ–૨૧ રધુવંશમાં ધેનુના અધિપે દિલીપ રાજાને જે કહેલું છે તે સંભાર-૯૨ એકજ છત્ર નીચે આખું રાજ્ય એવું પ્રભુત્વ, નવું વય, સુંદર શરીર, એટલાં બધાં કેરે મૂકી, એક તુચ્છને માટે બહુ તજવા તૈયાર થયેલે તું મને કેવલ મૂઢ છે એમ જણાય છે–૯૩ ત્યારે રાજાએ કહ્યું ધન, ૨જય, લક્ષ્મી, ભૂમિ, પ્રાણ, બધું ચલ છે, પણ નિર્મલ મનવાળાએ જે પ્રતિજ્ઞા કરી છે તે યુગાંતે પણ અચલ છે.-૯૪ પારકાના પ્રાણથી પિતાના પ્રાણનું રક્ષણ કરવું, એ તે જંતુમાત્ર કરે છે જ, પણ પોતાના પ્રાણથી પરકા પ્રાણ રસ્યા, તે તે એક જીમૂતવાહનેજ-૯૫ આવાં વચનથી ક્રોધ પામીને દ્વારપાલે કહ્યું કે, ત્યારે તે જ એ તું પરાક્રમી હોય તે આને લઈને બારણમાં થઈ કુંડ આગળ જા–૯૬ એવું સાંભળી શ્રી વિક્રમ તુરત દેવીના આગળ ગયો, ને કાર્ય શું છે તે જાણનાર પરાક્રમીએ પિતાનું માથું તરવારથી ઝટ કાપી નાખ્યું–૮૭ જેવું ભાથું છેલ્લું, તેજ દેવીએ હાથ ઝાલ્યો, ને દેવી બોલી કે હું તારા ઉપર પ્રસન્ન થઈ પ્રત્યક્ષ થઈ છું, તારે જે વરની ઈચ્છા હોય તે ભાગ-૯૮ રાજાએ કહ્યું છે કલ્યાણકારિણિ દેવિ! મને પ્રથમ તે એજ બતાવ કે મને આમ તુરત પ્રસન્ન થઈને આને સે વર્ષે પણ ન થઈ તેનું કારણ શું!-૯૮ ત્યારે દેવીએ રાજાને ફુટ વચન કહ્યું કે, તારા હૃદયમાં જે ભાવ છે તે એના હૃદયમાં નથી–૨૦૦ અંગુલીના અગ્રથી જે જપ કરાયે, મેરનું ઉલ્લંઘન કરીને જે જપ - કરાયો, વ્યગ્ર ચિત્તે જે જપ કરાયે, તે બધે નિષ્ફલ છે-૧ - મંત્ર, તીર્થ, ગુરુ, દેવ, દૈવજ્ઞ, સ્વપ્ન, ઔષધ, એટલા ઉપર જેવી ભાવના તેવી સિદ્ધિ જાણવી–૨ P.P. Ac. Gunratnasuri M.. Jun Gur Aaradhak Trust