________________ 126 કૃપણને ઘેર જાઓ છો, વળી તેને તજી ઉદારને ઘેરી વળે છે, કુલીન અકુલીન સર્વને હે રમા! તમે ભજો છો–૪૯ ક્ષણ ક્ષણ રહીને નવા નવા મનુષ્યને શોધે છે, વ્યંતર, દેવ, વિશ્વાધાર, કલાચાર્ય, જડ, મૂર્ખ, બુદ્ધિમાન, ઢેડ, બ્રાહ્મણ, રાજા, રંક, કુકર્મી, સત્કમ, રાગી, નીરોગી, સર્વત્ર વાયુ વહિ કે મેઘની પેઠે ભમે છો, ને એક ઠેકાણે સ્થિર રહેતાં નથી, તેમ આવી જા આવ કરવાથી લજવાતાં નથી–૫૦-૫૧-૫૨ નવનવ રાજ નિરખઈ નર્યણ નિત નિત નીલજિનારિ પ્રવહણિ પૂરી પુરિસ પરિ પરહરિ પરપુરપારિ-પ૩ આવી ચિંતાના સમુદ્રમાં નિમગ્ન હોવાથી હે પરમાનંદદાયિનિ ! જગદીશ્વરિ! તમારું સ્વાગત મેં કરાયું નહિ–૫૪ આવું ઇંદ્રનું બોલવું સાંભળીને લક્ષ્મીએ કહ્યું કે હે વત્સ! હું જે સત્ય અને હિત વચન કહું તે સાંભળ–૫૫ હું અસ્થિર કે ચંચલ નથી, જે મારૂં વૃત્ત તે હું તજતી નથી પણ મારા સ્થાનમાંજ ઘણાક પાળા જેવા મનુષ્યો છે, જે નિત્ય પિતાનાં પાપ કર્મથી પ્રેરાયેલા સતા હું જાઉં ત્યાં આવે છે, કેમ કે હું તેમની શેઠા[છું ને તે કૃપણે મારા કિંકર છે–પ૬ જે લેક મૂર્ખતાથી લક્ષ્મીને ચંચલપણાનું કલંક લગાડે છે તે પોતે જ અવિવેકી અને અપુણ્યવાનું હોઈ પિતાનું સમજતા નથી–૫૭ - જ્યાં ગુરુજનની પૂજા થાય છે, જ્યાં ધાન્યસંચય છે, ને જ્યાં દંત કલહ નથી, ત્યાં હે ઈદ્ર! મારો વાસ છે–૫૮ , જે દાનશીલસમન્વિત એ પુણ્યાત્મા તેને જ હું વરું , બીજે કહીં હું સ્થિર થતી નથી, લક્ષ્મી પુણ્યાનુસારિણીજ છે–૫૯ આવું શક્રવચનપ્રસંગનું ભાષણ થતાં તે વિક્રમાદિત્ય ભૂપતિ! એ. હરિપ્રિયા તમારા ઘરમાં વસી છે–૬૦ - * ' , P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradha * dho