________________ .. 127 - શાસ્ત્ર જાણનારા વૃદ્ધોએ આવું કહ્યું તે સાંભળીને રાજાએ વિચારવા માંડ્યું કે શું ઉપાયથી લક્ષ્મી સ્થિર થાય–૬૧ દારિઘની જે રેખા વિધિએ ગરીબના કર્મમાં લખી છે તેને પ્રથમ તે ભુસે છે, પ્રાચીન અને ભૂતકાળના જે ઉદાર પુરુષે તેમને પ્રત્યક્ષ દર્શાવે છે, દુષ્ટ કલિકાલમાં પણ સત્યયુગ બતાવે છે, પ્રકૃતિથી ચલ એવી લક્ષ્મીને ચંદ્ર દિવાકર તપે ત્યાં સુધી અચલ બનાવે છે, એમ નથી જેસિદ્ધ કૃતકૃત્ય થયા છે તે કરે છે–૬૨ પીતરાઈ સ્પૃહા કરે છે, એર ચેરી જાય છે, રાજા છલ કરીને હરિલે છે, દેવતા પલકમાં બાળી નાખે છે, જલ ડુબાવી દે છે, દાટયામાંથી યક્ષ લેઈ જાય છે, નઠારા પુત્ર નાશ કરે છે, એમ ઘણાંકને અધીન એવા ધનને ધિક્કાર છે-૬૩ નીચના આગળ પણ ઘણીવાર સુધી ગરીબાઈથી બેલે છે, અતિ નીચને પણ મળે છે, શત્રુ છે કે નિર્ગુણ હે તેવાની પણ ગુણકીર્તિ ગાય છે, ગમે તે સેવાક્રમ આચરતા સતા નિર્વેદ પામતા નથી, અરે! વિત્તની ગરજવાળા મનસ્વી પુરુષો પણ શું શું નથી કરતા!–૬૪ નીચગમનના સ્વભાવવાળા સમુદ્રજલના સંબંધે કરીને જ જાણે લક્ષ્મીને નીચગમનને સ્વાભાવ પડે છે, ને કમલિનીમાં વાસ હોવાથી જાણે ત્યાને કાંટો વાગ્યે હેય તેમ કહીં પગ માંડતી નથી, ને જાણે વિષની સબતને લીધે તુરતજ જેને વળગે તેનું ચેતન હરવાની શક્તિવાળી છે,– માટે ગુણવાન્ પુરુષે આવી લક્ષ્મીનું ફલ, તેને ધર્મકાર્યમાં નિગ કરીને, લેઈ લેવું-૬૫ આ વિચાર કરીને પારાની પેઠે ચંચલ લક્ષ્મીને સ્થિર કરવા વિક્રમાદિત્યવૈધે દાનરૂપી ઔષધ શોધી કાઢ્યું-૬૬ - સર્વને ઉચિત દાન આપવાને રાજાએ આરંભ કર્યો, અને એવા પુણ્યકાર્યને મહત્સવ અતિહર્ષથી આરંભે-૬૭ : . કઈ જ્ઞાનમય પાન, કોઈ તમયપાત્ર,એમને કોઈ પાત્ર આવશે તે ને તારશે-૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust