________________ 115 - પૃથ્વીનું આ ચિત્રકૂટ તે એક લેચન છે; માટે બીજું લોચન પ્રાપ્ત કરવાને પૃથ્વી તપ તપે છે-૩૦ - ત્રાંબુ, રૂપુ, સોનું, કલાઈ, સાસુ, લટું આદિ ધાતુની ત્યાં ખાણે પણ આવી રહેલી છે.-૩૧ | સર્વપાપને હરનારી સુવર્ણકાન્તા નામની નદી ત્યાં આવેલી છે, ને તેની ડાબી બાજુએ રામે કરાવેલું ચૈત્ય શોભી રહેલું છે–૩૨ તેના આગળ ઉત્તમ કુંડ ટાટાને ઉના પાણીના આવી રહેલા છે, જેમાં શીત જલ તે હિમ જેવું શીત છે, ને ઉષ્ણ તે ઉના કલાઈના રસ જેવું સસડે છે--૩૩ તેની આગળ જાકાર બે દ્વાર છે, એ કુંડનું જલ જનોને મહા આશ્ચર્ય પેદા કરે છે–૩૪ - એક કુંડમાં ગળી જેવા રંગનું જ છે, બીજામાં દૂધ જેવું છે, ને તેની આસપાસ ચારે દિશાએ બબે જનનું વન આવી રહેલું છે-૩૫ ત્યાં કાલમેઘ નામને ક્ષેત્રપાલ રક્ષક છે, ને એ કુંડ સીતારામકુંડ , એ નામે પ્રસિદ્ધ છે-૩૬ - તેને પ્રભાવ એ છે કે, જે પુરુષ શીલવાનું, ઉભયકુલવિશુદ્ધ, પરદ્રવ્યપરા મુખ, એ હેય, તે જ કુંડમાં પેસે ને કૃષ્ણ જલથી સ્નાનકરે છે તે જલ એકદમ દૂધ જેવું થઈ જાય, ને પેલે પુરુષ સર્વ વ્યાધિથી મુક્ત થઈ દિવ્યદેહવાળો બની રહે-૩૭-૩૮-૩૯ પછી જે પેલા કલાઈના રસ જેવા જલના કુંડમાં નહાય તો શરીર, તુરત ચંદન રૂપ થઈ રહે--૪૦ અને એક એક જન સુધી તેના દેહને ગંધ વ્યાપે, આવો એ કુંડને મહા આશ્ચર્યકારક મહિમા છે-૪૧ નિર્મલ એવા શીતલ કુંડમાં જે કઈ સ્નાન કરે તો તેનું રૂપ ઇંદ્રનાથી પણ અધિક પ્રભાવાળું થાય--૪૨ કેઇ માયાવી બહારને જ ડાળ રાખવાનું પાખંડ કરનારે તે ત્યાં ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust