________________ રાજાએ પૂછયું કે કુમાર! તમારું શરીર કુશલ છે! ત્યારે કુમારે કહ્યું વિશમિરા, અને ફરી જે જે પૂછયું તેનું પણ ઉત્તર તેનું તેજ આપ્યું–૧૫ પછી હસ્તીના કુંભસ્થલે બેસારી, ઉપર ઉત્તમ છત્ર ધરાવી, ગંગાજલના ફીણ જેવા શ્વેત ચામર ઢોળાવી, તૈયાર રાખેલી સ્ત્રીઓ પાસે મેતીથી વધાવરાવી, અને બંદીજનો પદે પદે સ્તુતિ ઉચ્ચારે એવી રીતે અનેક વાઢિત્ર, ગીત, સમેત, તથા નાના દેશથી આવેલા રાજાઓ પગે પ્રણામ કરતા જાય એમ મહેટા મહત્સવથી ઉત્સવ થઈ રહ્યો છે જયાં એવી વિશાલા પુરીમાં એક લાખ માણસે સમેત રાજપુત્રને આ -16-17-18-19 નંદે કુમારને ઘરમાં લાવી ઉત્તમ જલથી સ્નાન કરાવરાવ્યું, ને ખવરાવવા માંડ્યું, પણ એ તો વિરોમિર એટલું જ બોલ્યાં કરતો હત–૨૦ કોઈને ઓળખે નહિ, અક્ષર ઓળખે નહિ, ને અંતઃપુરમાં કેવલ ભડકેલા મૃગ જે ફર્યા કરે-૨૨ મણિ, મંત્ર, ઔષધ, દાન, દેવતારાધન, એવા ઘણા ઉપાયથી; તેમ હાથથી, દીવાથી, ઉતાર ઉતારવાથી; હમ, જપ, અગ્નિહોત્ર, લક્ષ બ્રાહ્મણનાં ભોજન, એ બધાંથી; ને એવાજ અનેક વિધિ પ્રમાણેને ઉપાયથી તથા પિંડપાતનથી; ભૂત પ્રેત પિશાચાદિની પૂજાથી; બલિદાનથી તેમ વનમાં વસતી શાકિની આદિને ઉતાર મૂકવાથી; અવલેહ, પકવ વૃત, ૫કવ તલ, વટિકા, ગુટિકા, આસવ, ચૂર્ણ, પાક, ઈત્યાદિ ઔષધથી; અર્થે ગાદિ સ્નાનથી; રાજાની આજ્ઞાથી આવેલા અનેક વિદ્યાના ઉપચારથી; મંત્રશાથી, યોગીઓથી; કશાથી રાજપુત્ર સાજો થયે નહિ–૨૩-૨૪-૨૫-૨૬-૨૭ છે ત્યારે નંદરાજાનું ચિત્ત મહાચિંતાણંવમાં દુખ્યું, કે અરે! આ . મારા એકના એક પુત્રને મહાકષ્ટ પેદા થયું–૨૮ - - - - જ વાત, પિત્ત કે કફ, આતે શું છે ! કાંઈ સમજાતું નથી, એમજ. લાગે છે કે કોઈ દુષ્ટ ધૂર્તરાજે કોઈ દુષ્ટ મંત્રથી એને બાંધી નાખે છે-૨૯ * નંદે પોતાના મુખ્ય મંત્રી બહુશ્રુતને બોલાવે, ને તે પણ બોલાવતા : વેત તુરત આવ્ય-૩૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust