________________ મન, વચન અને કાયા ત્રણેમાં પુણ્યરૂપી અમૃતથી પરિપૂર્ણ, ત્રણે ભુવનને ઉપકારની પરંપરાથી આનંદ કરતા, પારકા ગુણના એક કણને પણ પર્વત જેવડો કરીને માનતા, નિત્યે પિતાના હૃદયમાં આનંદતા, એવા સંત પુરુષે તો વિરલા જ હોય છે–૮૧. જે સુજન છે તે પિતાના વિનાશસમયે પણ વિકાર પામતા નથી, છેદતાં પણ ચંદનવૃક્ષ પિતાને છેદનાર કહેવાડાનું મુખ સુગંધવાળું કરી આપે છે–૮૨ બેજ જણથી પૃથ્વી ઉભી છે, ને પૃથ્વીએ પણ તે બેનેજ ધારણ કર્યા છે, - એક જેની બુદ્ધિ ઉપકાર ઉપર છે તે, અને બીજો જે ઉપકાર સમજે. છે તે–૮૩ દઉ પુસેહિ ધરૂ ધારા અહવા હંપિ ધારીયા ધરણી ઉપરે સ્સ મઈ ઉવઆરિએ જો ન સંસઈ-૮૪ વાનરે કહ્યું કે હે કુમાર! એ વાતમાં કશ ખેદ માં કર; જેની જેવી કર્મરતિ તેવી તેની મતિ થાય છે–૮૫ પિતાનું દુઃખ અને કર્મદુઃખ સંભારીને નંદને પુત્ર મરી ગયે હેય તેમ અચેતન થઈને પડ૮૬ તેવામાં સર્વજનને આનંદ આપનાર એવું પ્રભાત થયું અને કમલવનને વિકાસ કરનાર હજાર કરને ધણી સૂર્ય ઉદય પામ્ય-૮૭, . મશ્રીના મુચકુંકુમના પંકશી તરુપલ્લવને છાંટતે. અને તિમિરવનને દાવાનલ એવો ભગવાન સૂર્ય ઉદય થયે–૮૮ - સંગમની આશાથી સામસામેના તીર ઉપર બૂમ પાડતાં ને ત્યાં ભમતાં એવાં ચક્રવાકયુગલેને દિનપતિ ભેગાં કરે છે–૮૯ સૂર્યોદય થતાં વાઘ ગિરિગુફામાં સંતાઈ ગયો, એટલે વાનરે કુમા- . રને કહ્યું કે, હવે તારે જવું હોય ત્યાં જો-૯૦. મારૂં કે વાઘનું કેઈનું ભય તારે આ વનમાં ધરવું નહિ, કેમકે જે જે દુષ્ટ પ્રાણી છે તે સૂર્યનું દર્શન થતાં ચે તરફ વેરાઈ જાય છે-૯૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust