________________ 81 એમ કરીને મૂલને તજી કુમાર ડાળીઓ ઉપર ચઢો તે ત્યાં એક ઘરડો વાનર બેઠેલ દીઠે–પ૭ ' અહો! મારૂં કર્મ શું વિચિત્ર છે કે દુતર અંધકાર મારા ઉપર ' વીટાય છે! વાધ અને વાનરની વચમાં મારા પ્રાણ સંશયમાં આવી પડયા છે..-૫૮ એ વૃક્ષમાં એક ઘણે સમર્થ વ્યંતર રહેતો હતો. તેના પ્રભાવથી વાંદરો બોલ્યો કે હે કુમાર! કાંઈ બીહીક રાખીશ નહિ, સ્વસ્થ થા અને આ વૃક્ષના પત્રથી અતિ કોમલ એવા મારા સ્થાનમાં આવીને બેશ–૫૯-૬૦ કુમાર ઉચે ચા અને વાનરને કહેવા લાગ્યો કે હે ભાઈ! વાઘના ભયમાંથી તેં મને ઉગાર્યો-૬૨, પછી સંધ્યાકાળે વાવ ત્યાં પાછો આવે તો તે વખતે કુમાર પેલા વાનરના ખોળામાં માથું મૂકી ઉઘતો હતે-૬૨ વાનર તેને કહેતો હતો કે જે ભાઈ વાઘ કે કશાની તારે ભીતિ રાખવી નહિ, આ વૃક્ષમાં મારું સ્થાન છે ને તેને દેવતાની એ.કી છે-૬૩ " એમ કરતાં રાજપુત્ર સારી રીતે ઉં; એટલે વાઘને યક્ષના પ્રભાવથી વાચા થઈ કે હે વાનર! આ છોકરાને વિશ્વાસ ના કર, માણસમાત્ર જુઠા બોલા અને કુડના ભરેલા હોય છે-૬૪-૬૫ માટે એને તું નીચે નાખી દે જેથી મને ભક્ષ મળે, ને એકજ સ્થાનમાં રહેનાર આપણ બેની પરમ મૈત્રી છે તે ચાલતી રહે-૬૬ બુદ્ધિમાનું વાનરે વાઘને ઉત્તર આપ્યું કે હે ભાઈ! હું એવું વિશ્વાસઘાતનું પાપ કદાપિ કરવાને નથી-૬૭ વાનરનું આવું કહેવું સાંભળીને વાઘ ચૂપ રહ્યા, અને થોડીક વાર પછી પેલે કુમાર જાગી ઉઠ-૬૮ * * પછી વાનર કુમારના ખોળામાં સુઈ ગયે, એટલે તેને ઉંઘતો જોઈને , વળી વાઘે કહેવા માંડયું-૬૯ '; હે કુમાર ! મારૂં હિતકારક વચન સાંભળ. આ દુરાત્મા વાનરને ' વિશ્વાસ તારે કરે નહિ-૭૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust