________________ - અતિશય પ્રસંગ કરવાથી વિનાશ કરે, દૂર રહેવાથી ફલન આપે, માટે રાજા, અગ્નિ, ગુરુ, અને સ્ત્રી, તેમની સેવા મધ્યમ ભાવે કરવી-૯૬૩. અતિ રૂપથી સીતાનું હરણ થયું, અતિ ગર્વથી રાવણ હણાયે, અતિદાનથી બલિ બંધાયે, માટે હરેક વાત અતિ ન કરવી-૯૬૪. - વૈદ્ય, ગુરુ, મંત્રી, જે કોઈ રાજાના શરીર,.ધર્મ કે કાર્યમાં નિરંતર પ્રિયજ કહ્યાં કરે, તે તેવા રાજાનો વિનાશ કરે–૯૬૫. છે. અમાળે લાગેલા રાજાને મંત્રી વારે નહિ, તે રાષ્ટ્રહી જાણો, કેમકે તેનાથી રાષ્ટ્ર (રાજય) અને રાજા ઉભયનો વિનાશ થાય છે–૯૬૬ તે માટે હે રાજા! હું તમને કેટલીક અપ્રિય વાત કહું છું પણ તે પરિણામે લાભકારી છે; અતિવિષ અગ્રે કટુ છે પણ પરિણામે અમૃતરૂ૫ - . ફલ આપે છે–૮૬૭. હે રાજન! આપને રાણી સાથે સ્નેહ છે તે યુક્ત છે; પણ જે પ્રકારે ધર્મ, અર્થ ને કામની હાનિ ન થાય, તેમ કરવું ઉચિત છે-૯૬૮. . જે આ કઠોર વાક્ય કહું છું તે સાંભળવા કૃપા કરો. આપ સભામાં (રાણી સાથે આવો અને તેમને) સાથે બેસાડો, તે શોભતું નથી–૯૬૯. મંત્રીનું આવું વાક્ય સાંભળીને નંદ બેલ્યો કે, હે મંત્રી ! તેં કહ્યું, એ કહેવું મારા હિત માટે છે ને એથી ભારે યશ છે-૯૭૦. પણ હું શું કરું, ક્યાં જાઊં, હે મંત્રી! ભાનુમતી વિના એક ક્ષણ પણ આખા દિવસમાં મારાથી રહેવાતું નથી–૯૭૧. રાત્રીએ પણ નિદ્રામાં હું એને અર્ધાસને બેઠેલી દેખું છું, અને આખું જગત ભાનુમતીમય દેખી ચકરે ચહું છું–૮૭૨. ' વિશેષજ્ઞ છું, દક્ષ છું, તત્ત્વને જાણનાર છું, પણ હે મંત્રીશ્વર પરભવના કોઈ અપૂર્વ નેહથી હું એની સાથે બંધાયો છું–૯૭૩. ત્યારે સદબુદ્ધિને સાગર અને વિદ્વાન એવા મંત્રીઓએ ભેગા મળી વારંવાર વિચાર કરી નંદ રાજાને આ પ્રમાણે વિનંતિ કરી-૯૭૪. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust