________________ તેમાં ત્રિભુવનને આનંદ પમાડનાર નંદ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને પરાણે ભાનુમતી એ નામે હતી–૯૫૦. તેમને સર્વ ગુણનો ભંડાર, બહેતર કલાને જાણ, સર્વ વિદ્યામાં પ્રવીણ, એ વિજયપાલ નામે પુત્ર હતે-૯૫૧. પંચમુદ્રા ધારી, ધીમાન, બુદ્ધિ અને જ્ઞાનનો સાગર, એ તેમને મંત્રી બહુશ્રુત એ નામે હતો ને જેવું નામ તેવા તેના ગુણ હતા–૯પ૨. - રાજા તે ભાનુમતીમાં આસક્ત થઈ ગયે હતો, એટલે રાજકાર્ય મંત્રી ચલાવતો; રાજા પિતાની સુંદર પ્રિયાને મૂકીને બોલતો પણ નવુિં. કે ખાતો પણ નહિ, દેશ કે ગામનું કામ પણ કરતો નહિ, મંત્રી સાથે વાત પણ કરતે નહિ ને કદાપિ સભામાં બીરાજતો નહિ-૯૫૩–૯૫૪ માત્ર ભાનુમતીજ તેના ચિત્તમાં બીજો આત્મા હોય તેમ વસી રહી હતી; ને એના હૃદયમાં તેના વિના બીજું કશું ઉતરી શકતું નહતું–૮૫૬. * જો આવી ચકેરાક્ષિ પ્રિયા છે તે સ્વર્ગલેનું સુખ પણ તુચ્છ છે, જે તેવી પ્રિયા ન હોય તે સ્વર્ગલેક પણ નિરર્થક છે-૯૫૭. કદાપિ સભામાં આવે તે પણ ભાનુમતીને સાથે ને સાથે લાવે, ને તેને ડાબા અર્ધાગે રાખીને સિંહાસને બેસે-૯૫૮. લાજ નહિ, પ્રતિષ્ઠા નહિ કેવલ સવંદા ભાનુમતીને શિવ જેમ પાર્વ- તીને તેમ અર્ધગેજ રાખે–૮૫૯. ' કામાતુરને ભય કે લજજા નહિ, અર્થાતુરને પિતા નહિ કે નહિ બંધુ, ચિંતાતુરને સુખ નહિ નિદ્રા નહિ, ક્ષુધાતુરને બલ નહિ કે તેજ નહિ-૯૬૦. આ દિવસે ઘુવડ દેખાતો નથી, કાગડા રાતેદેખતા નથી, પણકામધે તે એ કઈ મહા પાપી છે કે દિવસે ને રાતે કદાપિ દેખતો નથી-૯૬૧ એક વખત એકાંતમાં ઉત્તમ મંત્રીએ નંદને વિજ્ઞાપના કરી કે હે મહારાજ ! લજજા એજ પુરુષનું ભૂષણ છે પણ તમે તે નિર્લજજ થઈ તે વિનાના થઈ રહ્યા છે-૯૬૨. . . P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust