________________ | વિક્રમને પુત્ર ન હોવાથી રાજ્ય શૂન્ય થયું, તેથી ગાયને રૂપે રાજય લક્ષ્મી અતિશય રેવા લાગી–૯૨૬ | વિક્રમાદિત્યને પુત્ર તે બહુએ થયા હતા પણ રાજના જીવતાં જ તે , સર્વે મરણ પામ્યા હતા.-૯૨૭ સમુદ્રની જેને મેખલા છે એવી આ વિશાલ પૃથ્વીને હવે કાણ પાલશે, એવી શંકા ઉભી થઈ ત્યાં રાજાની પટરાણીએ કહ્યું કે સાત માસને પૂર્ણ થયેલે એ પુત્ર મારા ઉદરમાં છે, તે હું તમને આપુ છું '. --928-829 તેણે કૂખ ચીરીને પુત્ર કાઢી પ્રધાનને આપે અને પોતે પતિ- , વિયેગના દુઃખને અંત લાવવા સતી થઈ–૯૩૦ વિક્રમસેન નામના એ પુત્રને રાજયાભિષેક થયે. તે સમયે પેલા સિંહાસન આગળ આકાશવાણી થઈ–૯૩૧ કે આ સિંહાસન ઉપર કોઈને પણ બેસવાનું નથી, અને મહાપ્રભાવ વાળા એને પૂજય ગણી સર્વેએ હવેથી પૂજવું જોઈએ-૯૩૨ - એ ઉપરથી સિંહાસનને એક પવિત્ર સ્થાને યોગ્ય ભોયરૂં બનાવી તેમાં, કુંકુમ અગર કપૂર પુષ્પ આદિથી પૂજા કરીને મૂકયું–૯૩૩ - સારે પવિત્ર દિવસ જોઇને મંત્રીઓએ તેને ભયરામાં મૂક્યું, તેજ આજ કેટલેક વખત ગયા પછી સભાગ્યના ગે તમારે હાથ આવ્યું–૯૩૪ | હે ભેજરાજ ! આ પ્રકારે સિંહાસનની ઉત્પત્તિ તમે સાંભળી, હવે વિક્રમના મહા ઔદાર્યની વાર્તા મારે મોઢેથી સાંભળો–૯૩૫ અવંતિમાં વિક્રમભૂપ સર્વત્ર રાજયપ્રતાપ વિસ્તારી રહ્યા હતા તેવામાં કોઈ દીન મનુષ્ય સભામાં આવીને ઉભે–૮૩૬. તે કોઈ સ્પષ્ટ બેલતો ન હતો, ને માત્ર પથ્થરના સ્તંભની પેઠે ઉભે, તે ઉપરથી રાજાએ મનમાં વિચાર કર્યો–૯૩૭. ગતિભંગ, દીનસ્વર, ગાત્રવેદ, મહાભય એ ઈત્યાકિ ચિન્હ જે * મરણમાં સ્પષ્ટ જણાય છે તે જ યાચકમાં પણ દેખાય છે–૯૩૮,, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhaks Trust