________________ ( 46 - એ વિચાર લાવીને મુનીંદ્રરાજ વૃદ્ધવાદી ઉજજયિનીમાં અનેક સુશિષ્ય સમેત આવ્યા–૫૨૧ - પ્રભાતસમયે સિદ્ધસેનની શાલા ભણી ગયા, તો ત્યાં માણસની ગર્દી આગળ પેશી શકાય એમ જણાયું નહિ–૫૨૨ આ કાર્યને લઈને વાદી ક્ષણવાર બારણા આગળજ બેઠા, પણ તેમને સિદ્ધસેનના સેવકે જે ત્યાં બેઠા હતા તેમણે પાછી ઉઠવા ન દીધા–પર૩ ડાબી બાજુએ સિદ્ધસેનની પાલખી ઉચકનારા બેઠા હતા, તેમને તો વૃદ્ધવાદી ઉપર બહુજ ભાવ પેદા થયે–પ૨૪ તેમણે પૂછયું કે, હે વૃદ્ધ! શા માટે અહીં બેઠા છો? ત્યારે તેમણે કહ્યું કે, મારે સિદ્ધસેન પાસે જવું છે–પર૫ . ' આવું બેલવું સાંભળીને પેલા ઉચકનારાએ કહ્યું કે, તમે સુખે અમારા બેડામાં આવે, ને પાલખીને જરા જરા ખાંધ દેજો, ને તેવામાં તમારે જે કહેવાનું હોય તે નિરાંતે કહેજો -પર૬-૫૨૭ - જેવા વિક્રમાદિત્ય છે તેવા આ દિવાકર છે, ને વિક્રમાર્ક જેને બાંધ્યા હોય તેવાને પણ એ સહજે છોડી દે છે–પ૨૮ છે. આવું તેમનું કહેવું સાંભળી વૃદ્ધાવાદીએ તેમ સ્વીકાર કર્યો, ને સિદ્ધસેન પાલખીમાં બેઠે એટલે વાદીએ પાલખી ઉઠાવી–૫૨૯ વૃદ્ધવાદી વામણે હતો, તેથી પાલખી એક તરફ નમવા લાગી, ત્યારે હાલવા ને લીધે સિદ્ધસેને કહ્યું કે, હે ઉચકનારાઓ! ધીમે ધીમે ચાલે–પ૩૦ | (તે વળી બોલ્યા કે) બહુ ભાર શું તમારા ખભાને બાધે છે ? ત્યારે વૃક્રે ઉત્તર આપ્યું કે) જેવું “બાધતિ બાધે” છે તેવો ભાર નથી બાધ તે—પ૩૧ આવું પ્રયુક્તિ વચન સાંભળીને સિદ્ધસેન મનમાં વિસ્મય પામ્ય કે, આ પાલખી ઉચકનારે પણ વિદ્વાન દેખાય છે કે આવું વ્યાકરણશાસ્ત્ર જાણે છે–પ૩૨ 1. બધતિ એ પ્રયોગ ખોટ છે બાધતે જોઈએ, અને સિદ્ધસેને જે પૂછયું તેમાં ઓટો પ્રયોગ વાપર્યો તેથી વૃદ્ધાવાદીએ આ ઉત્તર આપ્યું છે.. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust