________________ વળી જોકભાષામાં પ્રસિદ્ધ એવું બીજું વચન સાંભળે, કે આ મહાબલવાન મહેશ્વર તે હત્યાકદિથકી યુક્ત છે-૬૫૯. , બ્રહ્મા સૃષ્ટિરૂપ છે, વિષ્ણુ પાલનકર્તા છે, અને લખ ચોરાશીને સંહાર કરનાર મહેશ્વર છે—૬૬ 0. ' * એકજ મૂર્તિના ત્રણ ભાગ–બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર છે; ને તે કર્મસાક્ષી તથા સ્થિતિ પાલન અને સંહારના કર્તા છે–૬૬ 1. એવા મુરારિથી ઉત્પન્ન થયેલી તું આ બધું હત્યાના માથે લઈ શી ગતિને પામશે ?-662. આવું વચન સાંભળીને જાહવી ઇંદ્ર પ્રતિ કહેતી હતી કે એવિના હજુ મારૂં ત્રીજું પણ સ્થાન છે જયાં પાપને લેશ પણ છે નહિ-૬૬૩. જે જગતસૃષ્ટિને વિધાતા છે, જગન્માતા, જગન્ધિતા છે, ને વેદસાગર તથા ચતુર્મુખ અને ચતુર્ણને સૃજનાર છે-૬૬૪. . તેના કરકમલમાં જે પવિત્ર કમંડલુ છે તેમાં મારો વાસ છે ને તેથી હું સર્વ પાપને સંહાર કરનારી છું-૬૬૫. શકે કહ્યું કે હે માતા! તું આમ વિકલ કેમ બની છે? તને તેણે કમંડલુમાં રાખી છે તે તે તેને સુતાસંગમનું જે પાપ લાગ્યું છે તેમાંથી . છૂટવા માટે રાખેલી છે-૬ 66. માટે બ્રહ્માનું પાપ પણ તારામાં આવ્યું છે; આ જે હું કહું છું તે વજરેખા સમાન સત્ય જાણજે-૬૬૭. આવું વચન સાંભળીને ગંગાએ ઈંદ્રને કહ્યું કે સર્વહત્યા નિવારક એવું મારું કેઈ સ્થાન હોઈ શકે છે ?-668. ત્યારે શું કહ્યું કે પરદાર, પરદ્રવ્ય, પરાહ, એટલાંથી અત્યંત પરાંગમુખ એ કઈ હોય તે પાલન કરે. ત્યારે ગંગા કહે કે તે ક્યારે આ વીને મને પાલન કરશે ?-6 69. છે કે જેનાથી હું નિષ્પાપ થાઉં ને તેવા સર્વગુણયુક્તને મારું પાપ વળગે નહિ-૬૭૦. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust