________________ - ભવપાશથી છોડવનાર એવા ધર્મમાર્ગમાં આપે મને આ , અને પાપથીજ ભરપૂર એવા મિથ્યા ભવસાગરથી તાર્યો-૮૧૨ - અહે આપની ઉત્તમ કાંતિ, આપને ઉત્તમ યશ, ઉત્તમ ખ્યાતિ . ને ઉત્તમ કવિત્વશક્તિ ! --813 - સરાણ ઉપરથી ઉતારેલાં હોય તેવી ઉજળી વૃતિવાળાં પદ, અર્ધનારીશ્વરની સ્તુતિ કરવામાં જ સત્કાવ્યશક્તિ ખરચે કુશલતા, અપૂર્વ પ્રકારનીજ દિવ્ય અને ભવ્ય ઉદિતિ, ચંદ્રમંડલને સહજ ચૂર્ણિત કરવાથી ટપકતા પિયૂષ જેવો રસ, ખરે કોઈ, કવિકર્મના મર્મને જાણનાર છો, મિથ્યા વાગાડંબરજ નથી- 814 , પદતો સહજે કોને ફુરતાં નથી ! ને શર્કરાના રસાલ મિત્વ યુદત્ત હાઈ વિભવ પણ ક્યાં પ્રદર્શિત કરતાં નથી ? પણ એ ઉભયનો યોગ થઇ - કોઈ અવર્ય અમૃતપૂરના રસતરંગમાં નવરાવે એ તે એક કવિજ છે-૮૧૫. . . ' ' સુમતિ તેજ એક શરણ છે જેમાં તેવા અસાર સંસારમાં કાવ્ય રચવામાં પોતપોતાની રુચિને અનુસરી ઘણાક કવિઓ કયાં મથતા નથી? પણ દુગ્ધ જેવું રિનગ્ધ ને મધુર રચનાવાળું વચન પેદા કરે કે બોલે એવો સરલ તે કઈક વિરલજ થાય છે–૮૧૬. ગુરુભક્તિપરાયણ એ શ્રીવિક્રમભૂપતિ સિદ્ધસેન ગુરુની સ્તુતિ આ પ્રકારે નિત્ય કરતો હ૮૧૭. એકવાર વિક્રમની સભામાં સૈન્ય બુદ્ધિવાળા, કલાના જાણનાર, એવા શ્રી સિદ્ધસેનસૂરિરાજ, હિત, મિત, આનંદદાયક, મોદકારક, અણછેદ કરનાર, હૃદ્ય, ઉત્તમ, એવું સૂક્ત બોલ્યા-૮૧૮-૮૧૯. - જો જાતે પેદા કરી હોય તો તે પુત્રી છે, પિતાએ પેદા કરી હોય તે બહેન છે, ને જે અન્ય સંગમમાં ગઈ તો તે પરસ્ત્રી થાય છે, માટે લક્ષ્મીને ત્યાગ (=દાન)કરવામાંજ બુધ્ધિમાન નિરંતર વૃત્તિ રાખે છે-૮૨૦ મર્મ સમજવામાં ઉત્તમ બુદ્ધિવાળો વિક્રમ આ વચન સાંભળીને ચમત્કાર પામ્યું ને મનમાં ચિંતા કરવા લાગ્યો.-૮૨૧. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust