________________ વિમાનના મધ્ય દેશમાં મુખ્ય દેવની સ્થિતિ છે, તે આખો પ્રાસાદ દેવ દેવી આદિના સમૂહથી ભરાયેલ છે–૭૮૬. વિધ્વંભથી માંડીને ત્રણ ગભૂતિ તેનું માન છે અને ચારે દિશાએ એક તેતાળીસ આવાસ આવેલા છે.–૭૮૭. મુખ્યાર્ધમાન તો તેમાંથી ક્રમે ક્રમે કરીને મુખ્ય દેવના સેવકના આવાસ માટે છે–૭૮૮. " મુખ્યદેવ પરિગ્રહમાં આઠ દેવાંગના છે, ને ત્રણ લાખ નવહજાર તો તેમની દાસી છે-૭૮૯. - બીજાં પણ દેવી દેવ વગેરે ઘણાં છે તે સર્વ દેવેન્દ્રની પેઠે સામ્રાજય ભોગ ભેગવે છે-૭૯૦: કદાચિત્ દેવ, યદચ્છાએલ સુરેંદ્રભવનમાં જાય છે ત્યારે સુરેંદ્ર પિતાનું અને તેને આપે છે.-૭૯૧ કેટલાંક છે, તેનું પ્રમાણ તો સિદ્ધાંતના પાર જાણનારે કરી લેવું.-૭૯૨ - ગ્રંથરવના ભયથી મેં અત્ર વિસ્તાર કર્યો નથી, પણ સર્વ વાત ધર્મકથાગમાં પ્રસિદ્ધ છે, ત્યાંથી બુદ્ધિમાને જાણવી-૭૯૩ સ્વસ્થિતાચાર્યનું પ્રતિબિંબના જેવુંજ પ્રત્યક્ષ વચન સાંભળીને, તેમ વિમાનને સાંભળીને તથા દેખીને નમન કરી કમાલ છે કે, હું એ વિમાનમાં સત્વર પહેરું તેમ કરે-૭૯૪-૭૯૫ ગુરુએ કહ્યું કે, હે ધીર ! કર્મક્ષય કરનાર એ સંયમ ગ્રહણ કર, અને શ્રીવીરને મનમાં ધારણ કરી દુ:ખપરીષહ વેઠ-૭૯૬ એવું સાંભળીને કુમાર એવા કમાલે તે પ્રમાણે કર્યું, પંચ મહાવ્રતચાર રૂપ વ્રત આરહ્યું- 787 નિર્મમ, નિરહંકાર, નિરહિને શિરોમણિ, એ થઈ ગુરુને નમસ્કાર કરી, રાત્રીએ નગર બહાર ચાલી નીકળ્યો--૭૯૮ 1. અકસ્માત્ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust