________________ દેવા વસય પસચ્છ, ને રઇયત્તિ અદુઃખ સંજુત્તા તિરયા વિવેગ વિગલા, મણુ આણુઈ ધમ્મસામગ્ગી–૬૮૨. એવું જાણી લઈને ઈંદ્રનું ધામ ત્યજી ગંગા ચાલી, અને તે પુરુષોત્તમને . શધતી વારાણસીમાં આવી–૬૮૩. અશ્વસેનકુલના મુકુટ, નામાની કૂખથી થયેલા, ઇંદ્રનીલ જેવી કાંતિવાળા શ્રી પાર્શ્વનાથ જે સર્વથી સેવાયેલા, એવા તેમને જોઈને ગંગા હર્ષ - પામી, ને ક્ષીર અને ફીણયુક્ત પોતાનું જલ તેમના સમીપ લઈ ગઈ–૬૮૪-૬૮૫. તે સમયે ત્યાં કઠ નામને મહા તપસ્વી, જે પંચાગ્નિ સાધતો હતો, તે મહા મત ગંગામથે આવ્યા-૬૮૬. તેની ખ્યાતિ લેકામાં બહુ હતી તે સાંભળવા ઉપરથી વામા દેવીએ પિતાના પુત્રને કહ્યું–૬૮૭. ' હે સર્વગુણયુક્ત પુત્ર ! મારું કામ કર, હે પાર્શ્વ ! આ તપસ્વીનાં દર્શન કરવાં એવી મારી ઇંછા છે–૬૮૮. આ મહાજગતમાં પણ વિધિએ એવી એકે વસ્તુ નથી કરી કે જેનાથી અકારણ વાત્સલ્ય પ્રેમ રાખતી માતાને ઉપકાર વાળી શકાય-૬૮૯. ઉપાધ્યાયથી આચાર્ય દશગુણ છે, આચાર્યથી શતગુણ પિતા છે, ને પિતાથી માતા સહસ્ત્રગુણ છે, માટે માતા મહાન છે–૬૯૦. માટે માતાના વચન ઉપરથી પરમેશ્વર શ્રી પાર્શ્વનાથે મહાહર્ષથી પિતાનાં માતાને હસ્તી ઉપર બેસાડ્યાં–૬૮૧ - તે ગંગામ પહોચ્યા ત્યારે કઇ તપસ્વી અગ્નિમાં મહાકાષ્ટ ઉમેરો હતો એમ જોયું-૬૯૨. ચારે દિશાએ અગ્નિ સળગતો હતો, અને પાંચમો સૂર્યને અગ્નિ હતું એમ અજ્ઞાનથી મહાકષ્ટરૂપ તપ એ બ્રાહ્મણ તપતો હતો–૬૯૩. - વામા દેવીએ પોતાના પ્રિય કુમાર શ્રી પાર્શ્વનાથને કહ્યું કે આ પંચાગ્નિ સાધતા તપસ્વીને પ્રણામ કરે-૬૯૪. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust