________________ - ગરડસ વીછી નવી માર મારી તુ સહી ઉગારીઈ . કુડ કપટ કરતુ વારીઈ ઈહાપરી આપકાજ સારી.-૪૪૭' - - ઇત્યાદિ ગ્રામ્ય વચનોથી સર્વે બહુ ખુશી થયા, ને બેલવા લાગ્યા કે વૃદ્ધ જીત્ય ને બ્રાહ્મણ હા-૪૪૮ આવું તેમનું વચન સાંભળીને સિદ્ધસેન દિવાકર વૃદ્ધ વાદીને કહેવા લાગ્યું કે તમે મારૂં કૌશલ્ય જોયું. હવે પુરમાં જઇને રાજસભામાં વાદ કરી તેમાં જે હારે તે જીતનારને શિષ્ય થાય–૪૪૯-૫૦ ' એવી હેડ કરીને વૃદ્ધ વાદી અને દિવાકર સભાસદો સમેત, વાદ ' કરવા માટે રાજસભામાં ગયા -૪પ૧ સિદ્ધસેને કહયું કે સગબગ કરવું નહિ, સગબગ વિના વાદ કરે-૪૫૨ એમ વાદ ચાલ્યો, તેમાં ક્ષણમાં જ વિપ્રનો પરાજય થયો, એટલે તેજ છે ક્ષણે દીક્ષા આપી તેને, વૃદ્ધવાદીએ, સુરીશ્વર બના–૪૫૩ - અજ્ઞને સહજે ખુશી કરી શકાય, ને જે જાણે છે તેને તેથી પણ થોડી મહેનતે ખુશી કરી શકાય, પણ જે થોડાક જ્ઞાનના કણથી દાધાબળ્યું થયું હોય તેને તો બ્રહ્મા પણ રંજન કરી શકે નહિ-૪૫૪ દિવસ જતાં દિવાકર જૈન સિદ્ધાંતમાં પારંગત થયે, મેહ તથા ઇંદ્રિયોને જીતી, ક્રિયામાં કુશલ , ને ગ૭નો ધુરંધર થયે-૪૫૫ એકવાર વૃદ્ધવાદીને સિદ્ધસેન દિવાકરે નમન કરી ને તથા વિનયથી મસ્તક નમાવીને વિનતિ કરી કે, આપના પ્રસાદથી જિનોક્ત સિદ્ધાંતને સૂત્રમાંથી હું સંસ્કૃતમાં કરૂં કે જેથી સર્વને તે સુગમ થાય-૪૫૬-૫૭. આવું તેનું વચન, કાનમાં તપ્ત જેવું, પડતાંજ વૃદ્ધવાદી બોલ્યો કે, હે મુશિષ્યામ! પાપી! આ તે શું કહ્યું! શું તારા જેવા વિદ્વાન્ પૂર્વે 1. એ ચારે ગાથાનું તાત્પર્ય એમ છે કે મારવું નહિ, ચોરવું નહિ, ૫રદારગમન કરવું નહિ, શક્તિ પ્રમાણે દાન કરવું. એમ સ્વર્ગે જવાય; કેઇનાં મર્મ ખોલવાં નહિ, જુઠી સાખ પુરવી નહિ, કોઈને આળ ચઢાવવું નહિ, એ ધર્મ છે; કોઈની વંચના ન કરવી જીવદયા સાચવવી એ સારી વાત છે; એજ શ્રાવકકુલનો ચિંતામણિ છે; વીછી પણ ન મારવો, કોઈ મારે તો ઉગારવો, ફૂડ કપટ કરતાં વારવું, એમ કર્તવ્ય જાણવું. P:P. Ac. Gunratnasuri M.S. Jun.Gun Aaradhak Trust