________________
ત્યક્ષ દેખાતે હારી મંજરી (મહેર) સમુદાય જેની બરાબરી કોઈ પણ કરી શકે નહીં એવાં ફળની વૃદ્ધિ કરે છે, અને હાર આકાર જેતાંજ માણસના મનને આકપ લે છે તેમજ તે અમૃત સમાન મધુર રસવાળાં ફળ આપે છે, માટે ડેટા મહેતા વૃક્ષોમાં અમે તને નક્કી છેછ ગણીએ છીએ. શોભાય એવા હે આમ્રવૃક્ષ ! પિતાનાં પાન, ફૂલ, ફળ, કાષ્ટ છાયા વગેરે સર્વ અવયએ કરીને સર્વ જી ઉપર પરોપકાર કરવામાંજ મંડી રહેલા એવા હારા કરતાં બીજો કોણ વખાણવા યોગ્ય છે ? જે પિતાને આમ્રવૃક્ષ સમાન કહેવરાવે છે, એવા હેટા વૃક્ષને અને તેનાં વખાણ કરનારા, પાપી મિથ્યાવાદી મહેટા મહેતા કવિને પણ ધિક્કાર થાઓ.”
આ પ્રમાણે આમ્રવૃક્ષની પ્રશંસા કરીને, જેમ દેવતા કલ્પવૃક્ષની છાયામાં બેસે છે. તેમ મૃગધ્વજ રાજા આદરથી અંતઃપુરના પરિવાર સહિત આમ્રવૃક્ષની શિતળ છાયા નીચે બેઠા. મૂલ્યથી હેટ અને મણિરત્નાદિ વસ્તુની ઘટનાથી સારભૂત એવો શૃંગાર કરેલ હોવાથી જાણે મૂર્તિમાન શૃંગાર રસ જ હેયની! એવી પિતાની અંતઃપુરની સ્ત્રીઓને જોઈને મૃગધ્વજ રાજા આશ્ચર્યથી વિચાર કરવા લાગ્યું કે, “જાણે પૃથ્વીમાંથી સાર સાર સ્ત્રીરત્ન જોઇને કાઢેલાંજ હેયની! એવી અંતઃપુરની સ્ત્રીઓ અને મળી, માટે મહારા ઉપર દૈવની હેટી કૃપા છે. સ્ત્રીઓ તે ઘેર ઘેર છે જ, પણ મારા જેવી સુંદર સ્ત્રીઓ તો બીજા કોઈને ત્યાં ભાગ્યે જ હશે. ઠીક છે! તારાઓ તે ચંદ્રમાની જ સ્ત્રીઓ હેય, બીજા ગ્રહોની ક્યાંથી હેય!”
જેમ ચોમાસામાં આવેલા પુરથી નદી બહાર ઉછળે છે, તેમ મૃગવજ રાજાનું મન પણું ઘણું મહટાઈથી સહેજ આવે એવા અહંકારથી ઉછળી જાય છે એટલી વારમાં આંબાના વૃક્ષ ઉપર બેઠેલે એક સુંદર પિોપટ અવસર જોઈ બોલનારા પંડિતની પેઠે એક વાર બેલ્યો કે –“મન કલ્પિત અહંકાર કયા ક્ષુદ્ર પ્રાણીને પણ નથી હોતો ? જુઓ, રખે આકાશ આપણું ઉપર પડે ! એવા ડરથી ટીંટડી પણ પિતાના પગ ઉંચા કરીને સુઈ રહે છે.”
આ સાંભળી રાજાએ વિચાર કર્યો કે, “અરે! આ પિપટ કે ધીઠો