________________
પહેરાવેલે હાર, એ ઘણી વાર ટકી શકતાં નથી, તેમ તે માણસ પણ - યાવચ્છવ ધર્મ પાળી શકતો નથી.
માટે જે મૂળ ગાથામાં કહેલા ચાર ગુણધારી હેય, તેજ જેમ સારી તૈયાર કરેલી ભીંત ચિત્રામણને, મજબૂત પૂરે પાયે મહેલ ચણવાને અને તાપ વિગેરે દઈને ચોખ્ખું કરેલું સોનું માણિક્ય રત્નને લાયક છે, તેમ તે માણસ પણ શ્રાવક ધર્મ પામવા ગ્ય છે. વળી તે જ માણસ ચુલ્લક વિગેરે દશ દષ્ટાંતથી દુર્લભ એવું સમકિતાદિક, સદ્ગર વિગેરે સામગ્રીના - ગથી પામે છે અને શુકરાને જેમ પૂર્વભવે પાળ્યું તેમ સારી પેઠે પાળે છે.
શુક રાજાની કથા ભરતક્ષેત્રમાં પૂર્વે કોઈ ઠેકાણે ભળી ન શકે એવી ધાન્યની સંપદાને સારે પાક ધરાવનારૂં ક્ષેત્ર હેય નહી ! એવું ક્ષિતિપ્રતિષ્ઠિત નામા પ્રસિદ્ધ નગર હતું. જે નગરમાં ખર્શને વિષેજ નિર્બિશપણું (કુર ઘાતકીપણું] હળને વિષેજ કુશળતા (લેઢાની ફાલ) જળને વિષેજ જડતા અને પુષ્પને વિષેજ બંધન હતું, પરંતુ નગરવાસી જનોમાં કોઈ પણ કર, કુશીલ, જડ અને બંધનમાં પડેલું ન હતું. તે નગરમાં કામદેવના સરખે રૂપવંત અને શત્રુઓને સંહાર કરવામાં અગ્નિ સમાન એ ઋતુધ્વજ - જાને પુત્ર મૃગધ્વજ રાજા રાજ્ય કરતું હતું. રાજલક્ષ્મી, ન્યાયલક્ષી અને ધર્મલક્ષ્મી એ ત્રણે સ્ત્રીઓએ ઘણું હરીફાઈથી તે રાજાનું પિતાની મેળે જ પાણિગ્રહણ કર્યું હતું.
વખત જ્યારે લોકો ઘણું કરીને રમત ગમ્મતમાજ રસ ચાખતા રહે છે, તેવી વસંતઋતુ આવતાં, મૃગધ્વજ રાજા અતઃપુરના પરિવાર સહિત નગરના ઉધાનમાં ગયે. જેમ હાથી હાથણુઓની સાથે રમે છે. તેમ મૃગ ધ્વજ રાજાએ પોતાના અંત:પુરતી સાથે જલક્રીડા વિગેરે જાત જાતની ક્રીડા કરી. તે ઉધાનમાં ભૂમી રૂ૫ સ્ત્રીનું જાણે ઓઢવાનું છત્રજ હાયની ! એવું સુંદર આકારનું વખાણવા લાયક એક આંબાનું વૃક્ષ હતું. તે જોઈ ને મૃગધ્વજ રાજાએ વિધાન સંસ્કાર હોવાથી તેનું નીચે પ્રમાણે વર્ણન કર્યું.
પૃથ્વીના કલ્પવૃક્ષ રૂપ છે આમ્રવૃક્ષ! હારી છાયા જગતને ઘણુંજ પ્રિય લાગે છે, પાંદડાંને સમુદાય ઘણું માંગલિક ગણાય છે. આ પ્ર