________________
શારદાબહેનને ભાગવતી દીક્ષા મહેત્સવ: સંવત ૧૯૬ના વૈશાખ સુદ છઠ્ઠ તા. ૧૩-૫-૧૯૪૦ ને સેમવારે સાણંદમાં તેમના માતા-પિતાના ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધુમથી શારદાબહેનને દીક્ષા મહત્સવ ઉજવાય. સાણંદ શહેરમાં બહેનોમાં સૌ પ્રથમ દીક્ષા શારદાબહેનની થઈ તેથી આખું ગામ હર્ષના હિલોળે ચઢયું હતું. દીક્ષાવિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને ગુરૂણ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા. સાથે સાણંદના બીજા બહેન જીવીબહેન પણ તેમની સાથે દીક્ષિત થયા હતા અને તે પણ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્યા બન્યા. જીવીબહેનનું નામ પ. જશુબાઈ મહાસતીજી અને શારદાબહેનનું નામ પૂ. બા. બ્ર. શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. આ રીતે વેરાગી વિજેતા બન્યા.
તેમના પૂજ્ય પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી સકરીબહેન, ભાઈશ્રી નટવરભાઈ તથા પ્રાણલાલભાઇ, ભાભી અ.સૌ. નારંગીબહેન, અ.સૌ. ઈન્દીરાબહેન, બહેને અ.સૌ. ગંગાબહેન, અ.સૌ. શાન્તાબહેન, અસી. હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે અને સંસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડને સારે વહેપાર છે. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતા શ્રીયુત વાડીલાલ છગનલાલ શાહ સંવત ૨૦૨૧ના વૈશાખ સુદ અને મંગળવાર તા. ૪-૫-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવે અને મન ધર્મધ્યાનમાં રહેતું હતું. તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્ર, પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જયારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપતા.
આદર્શ માતાનું સમાધિમય મૃત્યુ - પૂ. શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતા કરતા સંવત ૨૦૨૫ માં સાણંદ પધાર્યા. તે વખતે તેમના સંસારી માતુશ્રી સકરીબહેનની તબિયત હાટેની ટ્રબલ અને ડાયાબીટીસના કારણે નરમ હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા ગજબ હતી. સકરીબહેનના પુત્ર, પુત્રવધૂઓ તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સંતાને ભાગ્યે જ કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે સકરીબહેને કહ્યું કે મહાસતીજી! આપ ભાવનગર ચાતુર્માસ પધારશે પછી હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલા દર્શન છે, ત્યારે મહાસતીજીએ કહ્યું-તમે આમ કેમ બેલે ? ત્યારે તેમણે કહ્યું-હવે આ નશ્વર દેહને રેસે નથી, માટે મને ધર્મારાધના કરી. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શા વાંચન સાંભળ્યું. ઘણાં પચ્ચખાણ લીધા અને પિતાની આત્મસાધનામાં જોડાવા લાગ્યા, પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. સકરીબહેનની તબિયત વધુ બગડતા