________________
અનિત્ય ભાવના
शरीरस्यानित्यता देहे नास्ति च रोम तादृगपि यन्मूले न काचिद्रुना। लब्ध्वा ते सहकारिकारणमनु प्रादुर्भवन्ति क्षणात् ॥ आयुश्छिन्नघटाम्बुवत्मनिपलं सङ्घीयते प्राणिनां । तद्देहे क्षणभङ्गुरेऽशुचिमये मोहस्य किं कारणम् ॥ ५ ॥ यस्य ग्लानिभयेन नोपशमनं नायम्बिलं सेवितं । नो सामायिकमात्मशुद्धिजनकं नैकासनं शुद्धितः ॥ स्वादिष्ठाशनपानयानविभवनक्तं दिवं पोषितं । हा नष्टं तदपि क्षणेन जरया मृत्या शरीरं रुजा ॥६॥
શરીરની અનિત્યતા. અર્થ–મનુષ્યના શરીરમાં એક પણ રોમ-ઓ એ નથી કે જેના મૂળમાં રોગની સત્તા ન હોય. એકેક રોમે પોણાબબે રોગનું અસ્તિત્વ શાસ્ત્રકારે કહેલ છે. સત્તામાં રહેલા તે રાગે ભોગવિલાસ અને રોગોત્પાદક જંતુ આદિ કંઈ પણ સહકારી કારણ પામી એકદમ બહાર ઉભરાઈ આવે છે; બીજી તરફ આયુષ્ય કે જે પાણીમાં ઉઠતા તરંગના જેવું ક્ષણભંગુર છે, તે ક્ષણે ક્ષણે છિદ્રવાળા ઘડાના પાણીની માફક ક્ષીણ થતું આવે છે. રેગોનો ઉપદ્રવ અને આયુષ્યની ક્ષીણતા આ બે કારણોથી આ શરીર અનિત્ય-નશ્વર અને ક્ષણભંગુર દેખાય છે, તો પછી હે ભદ્ર! તુરછ નશ્વર અને કટિલ શરીરમાં કેમ તું આટલો બધો મેહ પામે છે?(૫)
શરીર દુર્બળ બની જશે એવા ભયથી કઈ વખતે ઉપવાસ કે આયંબિલ ન કર્યો, જેનાથી આત્માની શુદ્ધિ થઈ શકે અને શાંતિ મળી શકે તેવાં સામાયિક પ્રતિક્રમણ વગેરે પણ ન કર્યો, ભૂખ લાગવાથી શરીરની ગ્લાનિ થાય એમ માનીને એકાસણું ચેવિહાર પણ શુદ્ધ ભાવથી ને કર્યો, કિન્તુ રાત દિવસ સ્વાદિષ્ટ ખાનપાન, હા, નાસ્તા, મે, ફળ, ફૂલ વગેરે ખાઇને બની શકે તેટલું શરીરનું પોષણ કર્યું,