________________
૧૫૮
ભાવના–શતક
૧. પહેલી સ્વારી ઈ. સ. ૧૦૦૧ માં પંજાબના રાજા જયપાલ ઉપર કરી. મહમ્મદ જયપાલને હરાવી તેની પાસેથી ખંડણ ભરવાનું કબુલ કરાવ્યું.
૨ બીજી સ્વારી ઈ. સ. ૧૦૦૪ માં પંજાબના ભાટી રાજા વિજયરાય ઉપર કરી. વિજયરાયને પણ પરાભવ કરી તેના રાજ્યમાંથી ખૂબ લુંટ મેળવી,
ક ત્રીજી સ્વારી ઈ. સ. ૧૦૦૫ માં પંજાબના રાજ અનંગપાલ ઉપર કરી, તેને પરાભવ કર્યો.
૪ ચેથી સ્વારી ઈ. સ. ૧૦૦૬ માં કરી. આ વખતે રજપુત રાજાઓ એકત્ર મળી તેની હામે થયા. રજપુતાણીઓએ પિતાનું જવાહીર વેચીને પણ આ ધર્મયુદ્ધમાં મદદ કરી, પણ આખરે અને ગપાલના હાથીને તીર વાગતાં તે ભાગ્યો, તેની સાથે રજપુતોની હિમ્મતને પરાજય થતાં મહમ્મદને વિજય મળે. આ વખતે હિમાલય પાસે આવેલા નગરકેટનું પ્રસિદ્ધ દેવળ તેણે લુંટયું.
૫-૬ પાંચમી અને છઠી સ્વારી ઇ. સ. ૧૦૧૦ માં અને ૧૦૧૧ માં કરી. તેમાં થાણેશ્વરનું દેવળે તેડયું તેમાંની મૂર્તિને કેડી.
૭–૮ સાતમી અને આઠમી સ્વારી ઈ. સ. ૧૦૧૩-૧૪ માં કાશ્મીર પ્રાંત ઉપર કરી.
૯ નવમી સ્વારી ઈ. સ. ૧૦૧૭ માં કરી. આ વખતે કનોજના રાજા કુંવરરાયને શરણે કરી, મથુરા આવ્યો. ત્યાંનાં ભવ્ય મંદિરે તડી તેમની સંપત્તિ લુંટી ગિજની લઈ ગયો.
૧૦–૧૧ દશમી અને અગીઆરમી સ્વારી ઇ. સ. ૧૦૨૧–૨૩ માં પુનઃ પંજાબના અનંગપાલ ઉપર કરી તેનું રાજ્ય લઈ પિતાના રાજ્યની સાથે કાયમનું જોડી દીધું.