________________
ઉપસંહાર તથા ગ્રંથપ્રશસ્તિ
૩૭૧ વિવેચન-જૈન આગમોમાં જિજ્ઞાસુઓ અને મુમુક્ષુઓના સંબંધમાં “arcg મામા વિરઆ વાક્ય વારંવાર જોવામાં આવે છે. મુમુક્ષ મુનિઓનું સમગ્ર જીવન આત્મભાવના-વિચારણામાં જ વ્યતીત થાય છે. તેમજ જિજ્ઞાસુ ગૃહસ્થોનું જીવન પણ ઉક્ત ભાવનાઓથી જ શ્રેષ્ઠ બને છે. જીવનને કટુ અને કલંકિત બનાવનારા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો છે. જીવનને દુઃખી કરનારાં એજ ચાર મહાદેષો છે. તેને ઉપશમાવવાનું ઉત્તમ ઔષધ ભાવના છે. આધિ અને ઉપાધિને વિખેરી નાંખનાર પણ એજ ભાવના છે. ખરી રીતે દુઃખનું મૂળ ઉપાધિ છે. ઉપાધિ છુટતાં દુઃખને પણ વંસ થાય છે. તેથી દુઃખને વિલય કરનાર પણ આ ભાવના છે. મણિને ઘસતાં ઘસતાં જેમ એપ રહડે છે, તેમ ભાવના ભાવતાં ભાવતાં આત્માને ઓપ રાહડે છે, અજ્ઞાન નષ્ટ થાય છે અને જ્ઞાનને પ્રકાશ પ્રસરી રહે છે. કાવ્યના ઉત્તરાદ્ધમાં ભાવના ભાવવાનું શું ફળ છે તે બતાવ્યું છે. પૂર્વાર્ધમાં ભાવને કેવી રીતે ભાવવી તે દર્શાવ્યું. એમાં બે વસ્તુઓની જરૂરીઆત છે. એક તો આદર-પ્રેમ અને બીજુ ત્રિકરણ શુદ્ધિ. દેખાદેખી કે અજ્ઞપણે શબ્દ ઉચ્ચાર કે શ્રવણ કરવાથી ખરો લાભ મળી શકતો નથી. ખરો લાભ મેળવવાને તો તે વસ્તુ ઉપર ઉંડે પ્રેમ જોઈએ. ભાવનાબેધક લોકોને એક વાર કે અનેક વાર પ્રેમ વગર ખાલી ઉચ્ચાર કરી જવાથી દર્શાવેલ ફળ મળી શકે નહિ, પણ પ્રેમથી ખરા આદરથી જે પાઠ કે શ્રવણું કરવામાં આવે, અર્થાત ખરી લાગણુથી જે ભાવના ભાવવામાં આવે તે કષાયની શાંતિ વગેરે બતાવેલ ફળ અવશ્ય પ્રાપ્ત થાય. ક્ષેત્રમાં બી વાવ્યા પહેલાં મન, વચન અને કાયારૂપ ક્ષેત્રની શુદ્ધિ કરવી પણ આવશ્યક છે. સારી ખેડ સારે પાક આપે છે તેમ મન વચન અને કાયાની વિશુદ્ધિ પણ ભાવનાને ઉત્તેજિત બનાવી ઉત્તમ ફળ આપે છે. અર્થાત જે માણસ મન વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક ખરી લાગણીથી ભાવના