________________
હ૮૮
ભાવનાનાતક વિધવા સ્ત્રીઓ. હે કરૂણે! કેટલીએક બાળાઓ નહાની ઉમ્મરમાં જ પતિન સૌભાગ્યથી વંચિત થએલી વિધવા બની નિરાધાર થઈ પડેલી હોય છે. સહાયક પતિ વિના સાસુ સસરા અને બીજા બધા ભાણસેને તે અપ્રિય થઈ પડતી જણાય છે. નણંદના માર્મિક શબ્દો તેમના હૃદયને વીંધી નાખે છે. ભણતર ન લેવાથી વાંચનના ઉદ્યમ વિના કેવળ દિલગીરીમાં તેમનાં રાત્રિદિવસ પસાર થાય છે. એકાંતમાં બેસી આંસુની ધારા વહેવડાવે છે. તેમને માટે વિધવા-આશ્રમ
સ્થા૫ કે જેમાં શિક્ષણ મળતાં વાંચનના ઉદ્યમમાં દુઃખ વિસારે પડે અને સતીઓનાં ચરિત્રે વાંચી તેમને પગલે ચાલવાનું અનુકરણ થાય, તે તેમના આ લોક અને પરલોક બંને સુધરી જાય. (૩)
અપંગ. હે કરૂણે! કેટલાએક માણસે જન્મથી જ આંખ વિનાનાઆંધળા હોય છે, તો કેટલાએક જન્મથી બહેરા હોય છે. કેટલાએક મુંગા તો કેટલાએક લુલા પાંગળા હોય છે. એક તો બીચારા આંખ કાન જીભ હાથ કે પગની ન્યુનતાને લીધે શારીરિક દુઃખ ભોગવે છે, તેમાં વળી ખોરાકની તંગી અને દરિદ્રતાને તેમના પર હલ્લો થાય છે, એટલે બે પ્રકારના દુઃખમાં તેઓ સપડાય છે. તેમના રક્ષણને માટે અંધશાળા, બધિરશાળા કે મુંગા શાળા જેવી સંસ્થાઓ સ્થાપવી, અગર ચાલતી સંસ્થાઓમાં હાથ લંબાવ, કઈ પણ રીતે તેમનું રક્ષણ કરવું. (૪)
રકતપિત્તિયા. હે કરૂણે! કઈ કઈ બાપડા જન્મથી ગળત કોઢીયા હેય છે એટલે કોઢના ચાઠામાંથી રસી નિકળ્યા જ કરતી હોય અથવા રક્તપિત્ત જેવાં ચેપી દદથી પીડાતા હોય છે કે જેને લીધે કઈ પણ માણસ તેને સ્પર્શ કરે નહિ, પાસે બેસવા દે નહિ, તેમ જ