________________
કરૂણા ભાવના,
૩૮૯ સરખી રીતે વાતચીત પણ કરે નહિ. આવી તિરસ્કારયુક્ત દુર્દશામાં સપડાએલા તેઓ ભૂખે મરતાં આમ તેમ રખડે છે. તે તે રોગનાં દવાખાનાં કે આશ્રમ સ્થાપી તેમને કટુતીક્ષણ વિપાકથી બચાવ. જે પ્રકારથી તેમનું દુઃખ ઓછું થાય તેવાં સાધને ઉભાં કરી તેમને આશ્રય આપ. (૫)
વિદ્યાર્થીઓ અને જ્ઞાનદાન. હે કરૂણે! કેટલાએક ખાનદાન કુટુંબના છોકરા પણ ગરીબાઈમાં આવી પડવાથી બુદ્ધિવાળા અને ભણવાની ઉત્કટ ઇચ્છાવાળા હોવા છતાં ભણતરનાં ખર્ચાળ સાધનોની ગેરહાજરીમાં ભણવાની મુરાદ પાર પાડવાને અશક્ત બને છે. વિદ્યા અને નસીબને ચળકતો તારો ઉપર આવ્યા પહેલાં તેઓ અધવચ અસ્ત થઈ જાય છે, તેવા તારાઓને જીવતા રાખવા કે ચળકતા કરવાને પિષણ કે સહાય આપવાની શું થેડી જરૂર છે? નહિ જ. તારી શક્તિના પ્રમાણમાં તેમને પણ ઉચિત મદદ કર. (૬)
પક્ષીઓ અને પશુઓ. - હે કરૂણે! મનુષ્ય તરફ પુરતી લાગણી દર્શાવી તેમને પુરતી સહાય આપ્યા પછી વધતી શક્તિનો સદુપયોગ પશુઓ અને પક્ષીઓને બચાવવામાં હારે કરવું જોઈએ. અહા !! કેટલાએક ક્રૂર પાપી જનો વિનાઅપરાધે પશુઓને પીડે છે, શિકાર કરે છે. માંસ અર્થે તેમનાં ગળાં કાપે છે. ગળી કે પથ્થર ફેંકી આકાશમાં ઉડતાં પક્ષીઓને પટકી પાડે છે. તેમનું રક્ષણ થાય તેવા કાયદા ઘડાવી, લડત ચલાવી છે તેવા પાપી જને સમજે તેવાં પુસ્તકો ફેલાવી કે ઉપદેશ આપી પીડાતાં પશુઓ અને પક્ષીઓને છોડાવ અને તેઓના રક્ષણ માટે પાંજરાપોળ-પશુપાળા જેવી સંસ્થાઓ તૈયાર કરી તેમાં અશક્ત પશુઓને સારી સારવાર નીચે રાખ. (૭)