________________
કરૂણ ભાવના.
| ૩૮૭
૮૭ धनेन मनसा वचसा तन्वा । विहाय विफलं गर्वम् ॥ करुणे ॥ ८॥
કરૂણુ ભાવના. ભાવાર્થ-કરૂણું ભાવનાને ઉમેદવાર કહે છે કે હે કરૂણે! તું-હારી પાસે આવ. હને જોઈએ તેવી કોમળ જગ્યા હું મહારા હદયમાં આપું. તે જગ્યામાં નિવાસ કરી, ઉદારતાને પડખામાં લઈ દુઃખી દીન અને લાચાર માણસેના દુઃખને વિનાશ કર
અનાથ બાળકે. હે કરૂણે! તું જે તો ખરી કે કેટલાંએક બાળકે કમભાગ્યે બાલ્યાવસ્થામાં જ પિતાનાં માબાપના વિયોગી બન્યાં છે. રક્ષક ભાબાપ અને રહેવાનું સ્થાન–ઘર એ બન્નેની ગેરહાજરીમાં તેઓ આમ તેમ ભટકે છે. આશ્રય વગરનાં તે અનાથ બાળકોને રહેવાનું સ્થાન અને મીઠો દિલાસો આપ. ઓર્ફનેજ કે અનાથાશ્રમ જેવી સંસ્થાઓ ઉત્પન્ન કર. એક હાથથી તે કાય ન બની શકે તો ચાલતી તેવી સંસ્થાઓમાં મદદ કરબન હિરસે પહોંચાડ. (૧)
વૃદ્ધ માબાપો. હે કરૂણે! કેટલાંએક વૃદ્ધ માબાપે કે જેમની ઉમ્મર ૬૦૭૦–૮ કે ૯૦ વરસની થઈ હોય છે, તે વખતે તેમના યુવાન દીકરા આ દુનીયાને છોડી પરલોકવાસી થવાથી પુત્રવિયોગી બનેલા વૃદ્ધ માબાપ ઘરને ખૂણે બેસી છાતી ફાટ રૂદન કરતાં જણાય છે. અધુરામાં પૂરું એ છે કે જેના ઉપર ઘરને આધાર હતો તે તૂટી પડવાથી આજીવિકાના સાંસા પડતા દેખાય છે. ભૂખ અને દુઃખ બંનેની પીડાથી પીડાતા વૃદ્ધો જીવનનિર્વાહ માટે આર્થિક સહાયની આકાંક્ષા રાખે છે. હે કરૂણે! મારા હદયમાં નિવાસ કરી વૃદ્ધ પુરૂને પણ સહાય કર. (૨)