________________
ભાવના-ચાતક
ઉપસંહાર.
હે કરૂણે! આ જગતમાં કરૂણ લાવવાલાયક અનેક પ્રાણીઓ છે. બધાંનાં નામ લઈ શકાય નહિ. ટુંકામાં એટલું જ કહું છું કે
જ્યાં જ્યાં જે જે દુઃખી મનુષ્ય કે પશુ કોઈ પણ પ્રાણીને જુએ ત્યાં તે સર્વનું રક્ષણ કર. પૈસે હોય તો પૈસાથી, મને બળ હેય તે મનથી, વાચાળતા હોય તો વચન–સદુપદેશથી અને બીજું કંઈ ન હેય તો છેવટે શરીરથી–પિતાની જાતથી નિષ્ફળ ગર્વને છોડી રક્ષણ કર. (૮)
ઇતિ કરૂણા ભાવના.
-:
: