________________
૩૯૪
ભાવના-શતક
સારા હૈાય છે તે ખરાબ બની જાય છે અને ખરાબ હોય તે સુધરી સારા અને છે. ખરાબ માનીને જેના ઉપર દ્વેષ ધરવામાં આવે, તે જ માણસ કાલાન્તરમાં સારા થવાના હોય તેા શામાટે તેના ઉપર દ્વેષ-તિરસ્કાર કરવા ? (૪)
દૃષ્ટાંતા.
ઉપલી વાત માત્ર મેઢાની નથી પણ શાસ્ત્રો પણ તેની પુષ્ટિમાં દૃષ્ટાંત પૂરાં પાડે છે. જીએ રાયપસેણી સૂત્રમાં પરદેશી રાજાને અધિકાર છે. પરદેશી રાજા પ્રથમ કેવા ખરાબ હતા ? હિંસક, ક્રૂર, ધાતકી, જુલ્મી, નાસ્તિક, ધર્મદ્રોહી, જેટલા અવગુણુ કહીએ તેથી તે પૂરા હતા પણ કેશી સ્વામીના સંગ થતાં તેને સુધરતાં કઇ વાર લાગી નહિ. ક્રૂરતા, નાસ્તિકતા વગેરે દાષા એક ક્ષણમાં જતા રહ્યા અને તેને સ્થાને સદ્ગુણાને નિવાસ થયા. તેથી વિપરીત જમાલિ મુનિ કે જેણે ઘણા ચડતા વૈરાગ્યથી દીક્ષા લીધી, અગીયાર અગ ( શાસ્ત્ર ) ના અભ્યાસ કર્યાં, મુનિઓના ટાળામાં જે એક ચળકતા સિતારા હતા, પણ પાછળથી તેની શ્રદ્ધા બગડી, ઉપકારીનેા ઉપકાર મેળવ્યા, વિપરીત પ્રરૂપણા કરી અને મિથ્યાત્વની ભૂમિકા ઉપર પાયો, ત્યારે સારા નરસાના કયાં હિસાબ રહ્યા ? કોના ઉપર રાગ અને કાના ઉપર દ્વેષ કરવા? એમાંથી એકકે ઉચિત નથી. એટલું જ ઉચિત છે કે ગુણા ગ્રહણ કરવા, દાષાને છેડી દેવા અને મધ્યસ્થપણામાં રહેવું, કાઇના તિરસ્કાર ન કરવા તેમ દ્વેષ પણ ન ધરવા. સૌ સૌના કર્મોનુસારે પ્રકૃતિ સ્વભાવ મળેલા છે, તેમાં ખીજાએ માથું મારવાની એટલી જરૂર નથી. અને ત્યાં સુધી સાચી સલાહ આપવી, નહિ તેા તટસ્થ રહેવું. ( ૫ )
સારા માઠા સચાગામાં મધ્યસ્થતા.
ખાદ્ય સયેગા પણ પરિવર્તનશીલ છે. ઘડીકમાં અનુકૂળ થાય