________________
ભાવના-શતક
दृढधर्मापि जमालिरजायत। मिथ्यावादी कुकर्मा ॥ माध्यस्थ्ये ॥ ५॥ अनुकूलं वा प्रतिकूलं वा। स्यादिष्ठं वाऽनिष्ठम् ॥ मध्यस्थेन भाव्यमुभयथा मान्यं सर्वमभीष्टम् ॥ माध्यस्थ्ये ॥ ६ ॥ यद्यत्सम्यग् यद्यदसम्यक् । तत्तत्कर्मानुसारि ॥ व्यर्थों रागो द्वेषस्तत्र । कस्मात्कर्माकारि ? ॥ माध्यस्थ्ये ॥ ७ ॥ शिक्षा तावद्देयाऽधमानाम् । यावत्तेषामुपेक्षा ॥ क्लेशद्वेषधिकारसंभवः। कार्या तत्र छुपेक्षा ॥ माध्यस्थ्ये ॥ ८ ॥
માધ્યસ્થ ભાવના. ભાવાર્થ–માધ્યસ્થ (ઉપેક્ષા) ભાવનામાં ખરેખર કોઈ અલૌકિક રસ-આનંદ સમાએલો છે. જે માણસને માધ્યસ્થ ભાવનાનું અવલંબન ન હોય તો તેને કયાંય પણ શાંતિનું સ્થાન મળી શકતું નથી, કેમકે આ જગતમાં જ્યાં જોઈએ છીએ ત્યાં મનને રાગ દ્વેષના આન્દોલનમાં ડોળાવે તેવા પદાર્થો ઘણું છે. તે મોહક પદાર્થો માણસને ક્ષણવાર સુખમાં તે ક્ષણવાર દુઃખમાં ભ્રમાવે છે,