Book Title: Bhavna Shatak
Author(s): 
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 420
________________ સાધ્યસ્થ્ય ભાવના ૩૩ કેમકે તે પદાર્થીના સયેાગ વિચાગ થવાના ધમ છે. સયાગમાં સુખની લાગણી કરાવે છે તેા તેઓ વિયેાગમાં દુ:ખની લાગણી ઉપજાવે છે, એટલે સુખદુ:ખના સંકલ્પ વિકલ્પમાં અસ્થિરતા થવાથી શાંતિ મળતી નથી, માટે મધ્યસ્થતામાં રહેવું કે જેથી અશાંતિ દૂર થાય. (૧) શામાટે રાગ દ્વેષ કરવા? આ જગતમાં કાઈ પણ્ વસ્તુ સ્થાયી-સ્થિર હોય, કાયમ રહેવાવાળી હાય, તેા તેના ઉપર રાગ કરવા કે પ્રેમ ધરવા કદાચ વાજમી પણ ગણાય; પણ તેમ છે જ નહિ, દૃશ્ય અને ભાગ્ય પદાર્થ માત્ર અસ્થિર-વિનશ્વર છે; એક વખતે અવશ્ય તેના વિયેાગ થવાના છે; તેા જેના થેાડા વખત પછી વિયાગ થાય તેવી વસ્તુઓ ઉપર આસક્તિ રાખવી એ જ દુઃખનું કારણ છે, માટે સુખાર્થી માણસાને તેમ કરવું ઉચિત નથી. જેમ રાગ કરવા યાગ્ય પદાર્થ નથી તેમ દ્વેષ કરવા યેાગ્ય પણ કાઈ પદાર્થ નથી. જેના ઉપર દ્વેષ કરવામાં આવે તે પદાર્થ પણ કાયમ તે રૂપે રહેવાના નથી, કેમકે પુદ્ગલ માત્ર પરિતિ સ્વભાવવાળાં છે. એક વખત અય્યદ્વેષ્ય લાગે છે, તે જ પદાર્થ કાલાન્તરે રાચ્ય થઈ પડે છે. એક વખત અપ્રિય હાય તે ખીજી વખત પ્રિય થાય છે. એટલા માટે કાઇના ઉપર દ્વેષ ધરવા હિં, તેમજ પદાર્થીના લાભાલાભમાં શાચ પણુ કરવા નહિ. અતિ આસક્તિ-રાગ ધરવા નહિ, તેમ દ્વેષ પણ કરવા નહિ, કિન્તુ અને સ્થિતિમાં મધ્યસ્થપણે રહેવું. ( ર-૩ ) વસ્તુની પેઠે માણસા ઉપર પણ રાગદ્વેષ ન કરવા. માણુસા પણ હંમેશ એક સ્વભાવના રહેતા નથી. તે પણ પરિવર્તન-ફેરફાર થવાના સ્વભાવવાળા છે. એ અધર્મી હોય તે ધર્મી બની જાય છે અને ધર્મી અધર્મી બને છે. નીતિમાન અનીતિ કરનારા અને છે. અને અનીતિમાન નીતિથી વનારા થાય છે.

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428