________________
૩૭૬
ભાવના-શતક મિત્રી ભાવના. ભાવાર્થ-માણસનું હૃદય જે મૈત્રીભાવનાની ભૂમિકા બને તો તે હદયરૂપ ભૂમિ અત્યંત રમણીય દેખાય-માત્ર દેખાવમાં જ રમણીયતા નહિ પણ સારામાં સારે પાક આપનાર કરાળ ભૂમિની માફક ઉચ્ચ ફળપ્રદ પણ ગણાય. આવી રમણીય ભૂમિ પ્રાપ્ત કરવાને અધિકાર માત્ર ભવ્ય–ભાગ્યશાળી જનેને જ મળે છે. જેને તેને તે ભવ્ય પ્રદેશમાં વિચરવાને અધિકાર મળી શકતા નથી.
મૈત્રીને ક્રમ. મૈત્રીના પ્રાથમિક પાત્ર એક ઉદરમાંથી જન્મેલાં ભાઈ અને બહેન છે, કેમકે તેને સહવાસ સહજ હોવાની સાથે એક લોહીને સંબંધ છે તેથી તેની મૈત્રી સ્વભાવસિહ છે. ત્યારપછી મૈત્રીનાં પાત્ર પુત્ર અને પત્ની છે. જોકે પુત્ર પ્રથમ અવસ્થામાં પાલનીય છે તેથી મિત્રીને યોગ્ય ગણાય નહિ, તોપણ “તુ પર વર્ષે | પુત્રં મિત્રવરાતિ” આ નૈતિક પદ્યમાં કહ્યા પ્રમાણે સોળ વર્ષ પછીની ઉમ્મરના પુત્રને મિત્ર ગણવો જોઈએ. પત્નીને પણ પિતાની ગુલામડી ન માનતાં જીવનસહચારિણી-મિત્ર જ ગણવી જોઈએ. ત્યારપછી કુટુમ્બી અને સગાંઓની સાથે મૈત્રી પવી. એટલામાં મૈત્રીનાં મૂળ ઉંડાં ગયા પછી સ્વધર્મી ભાઈ અને જ્ઞાતિભાઇન વારે આવે છે, એટલે તેમની સાથે મૈત્રીભાવથી હદયની એકતા સાધવીઃ (૧) મૈત્રીના માર્ગમાં ચાલતાં જેમ જેમ વખત પસાર થશે તેમ તેમ મૈત્રીનો પ્રવાહ વધતો જશે, જેમ જેમ પ્રવાહ વધે તેમ તેમ જ્ઞાતિજને, પછી પોતાના ગામમાં વસતી અન્ય જ્ઞાતિઓ અને અન્યધર્મીઓની સાથે મૈત્રી દૃઢ કરવી. એક પણ ગ્રામબંધુ કે દેશબંધુને મૈત્રીની હદથી બહાર રાખવો નહિ. (૨).
માણસની જાતની સાથે મૈત્રીને દઢ સંબંધ થયા પછી ગાય, ભેંસ આદિ તિ–પશુ અને પક્ષીઓને અધિકાર પ્રાપ્ત થાય