________________
૩૮૪
ભાવના-શત.
કાઇ ન જાણે તેવી રીતે ગુપ્ત સખાવત કરી પુણ્યના સંચય કરે છે, દુ:ખી દીન અને અપંગ માણસાને પૂરતી સહાય આપી તેમના દુઃખના ઉચ્છેદ કરે છે, તેવા ઉદાર દિલના દાતારા પણ આ જગમાં ધન્યવાદને પાત્ર છે. (૬)
માર્ગાનુસારી.
જેએ સૌની સાથે ભ્રાતૃભાવ રાખે છે, સત્પુરૂષાના નીતિમાનું કદી પણુ ઉલ્લંધન કરતા નથી, અર્થાત્ દરેક વ્યવસાયમાં પણ નીતિનું ખરાખર રક્ષણ કરે છે, પેાતાના કુળના રીતરિવાજો સદાચાર અને ધર્મનું પૂરતી રીતે પાલન કરે છે. પગલે પગલે અધમ અને અનીતિના ભય જેના મનમાં ઉપસ્થિત રહે છે, તેવા માર્ગોનુસારી પુરૂષા કે જે ગ્રંથામાં કહેલા માર્ગાનુસારીના ૩૫ ગુણે કરી યુક્ત છે તેઓને પશુ ધન્ય છે. (૭)
ઉપસંહાર.
મારા મિત્રા હોય કે શત્રુ હાય, ગમે તે હાય પણ તે સ જતા સુખી થાઓ, ગુણી અનેા, દિન દિન પ્રત્યે તેમના અભ્યુદયચડતો થા, સદ્ગુદ્દિની પ્રેરણાથી સન્માગે પ્રવર્તી અને તેમ થતાં કર્મીની હાનિ થતાં જગત્માંથી દુઃખના સČથા વિલય થાઓ, સત્ર સુખ અને ગુણને પ્રચાર જોવામાં જ મારા હૃદયની પરમ ખુશાલી છે, એમાં જ મારા અપ્રતિમ-અનુપમ આહૂલાદ છે : આ શ્રેણીએ જ મારી પ્રમેાદ લાવનાની ખીલવણી થવાની છે, ચિત્તુના જગતમાં સુખ અને ગુણનું જ સામ્રાજ્ય સ્થપાએ ! (૮)
ધૃતિ પ્રમાદ ભાવના.