________________
૮૨
ભાવના-શતક
પ્રમોદ ભાવના. ભાવાર્થ કોઈ પણ વ્યક્તિમાં ગુણ જોઈને પ્રસન્ન-ખુશ થવું તે પ્રમોદ ભાવના. પ્રમોદ ભાવનાને ઉમેદવાર પિતાના ઉદ્દગારો કહાડતાં કહે છે કે મારું મન સદ્દગુણોનું પાન કરવાને આતુર બન્યું છે, અર્થાત ગુણ પુરૂષોના ગુણગાન કરી તે ગુણનો આસ્વાદ લેવાને ઉત્કંઠા થઈ છે.
સર્વગુણ-શિરોમણિ અરિહંતભગવાન ધન્ય છે અરિહંત ભગવાનને કે જેમણે ચારિત્ર્યના મેદાનમાં રહડી કર્મના સિન્ય સાથે યુદ્ધ કરી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય, એ ઘનઘાતિ ચાર કર્મની સર્વ પ્રકૃતિએને ઉચ્છેદ કર્યો અને કેવળજ્ઞાન (સંપૂર્ણ જ્ઞાન) અને કેવળદર્શન (પરિપૂર્ણ દર્શન)ની વિભૂતિ પ્રાપ્ત કરી, ભય, શક, સુખ, દુઃખ, સંકલ્પ-વિકલ્પ વગેરે કક્કોને દૂર કરી, અખિલ આત્મિક આનંદને ઝરે ખુલ્લો મૂક્યો, સર્વગુણ સંપન્ન તેવા મહાપુરૂષ વીતરાગદેવને ધન્ય છે. (૧)
સંત પુરૂષે. ધન્ય છે તે સંત જનેને કે જેમણે ધર્મની ધેસરી પિતાના ખભા ઉપર મૂકી છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોને બજે જેણે ઉપાડે છે, રાત અને દિવસ પ્રભુનું કે આત્માનું ધ્યાન કરતાં મનને એકાગ્ર બનાવી સમાધિમાં જેઓ મશગુલ રહે છે, જગતના પ્રપંચી વ્યવહારને સર્વથા જેણે તિલાંજલિ આપી છે, પિતે સંસાર સમુદ્ર તરે છે અને બીજાને એને તારે છે, પિતે શાંતિસુધાનું પાન કરે છે અને બીજાઓને કરાવે છે; તેવા સંત પુરૂષ-મુનિજનને ધન્ય છે. (૨)