________________
૩૭૮
ભાવના શતક
સર્વ જીવાની સાથે અનંત વાર તેવા સંઅંધ દરેક જીવે આંધ્યા છે. એટલે દુનિયાનાં સર્વ પ્રાણીઓ આ ભવનાં નહિ, તા પૂ ભવનાં સગાં અને સધી છે. તે પૂર્વનાં સંબધીઓની સાથે મૈત્રી તેાડી અમૈત્રી કરવી એ શું કાષ્ઠ રીતે પણ ઉચિત છે ? નહિ જ. (૫)
અપકારની સામે મૈત્રી.
જે
આપણી નિન્દા કરે છે, વખા વખત અપમાન કરે છે. એટલું જ નહિ, પણુ કાઈ વખતે દ્વેષ રાખી લાકડીઓના પણુ પ્રહાર મારે છે, તે તરફ્ પણ આપણે મૈત્રીના પ્રવાહ જા અટકાવવા ન જોઈ એ. તેઓની નિન્દક પ્રકૃતિ અને અપમાન કરનાર પ્રવૃત્તિ તેઓનાં પૂર્વીકૃત કમને આભારી છે, અર્થાત્ એવાં અશુભ ક્રમના તેમના ઉદય છે કે જેથી સજ્જતા તરફ પણ તેમને દુશ્મનાવટ ઉત્પન્ન થાય છે, આ તેઓનાં કના દાષ જો આપણી મૈત્રી ભાવનાને ધકકા લગાડે તેા તેટલે અંશે આપણી પણ નબળાઈ જ ગણાય. મૈત્રીભાવનાની ખીલવણી કરનારને આવી નબળાઈ રાખવી પાસાય તેમ નથી, તેથી આપણે તે દુષ્ટાની સાથે પણ મૈત્રી રાખવાનું ચાલું રહેવા દેવું કે જેની અસરથી દુષ્ટાને આપે।આપ ધાખા કરવાનો વખત આવતાં શત્રુતા મિત્રતામાં બદલાઈ જશે. (૬)
મૈત્રી એ મારુષિક ગુણ.
કાઈની સાથે શત્રુભાવ રાખવા, કલેશ કરવા, દ્વેષ રાખવા કે ઈર્ષ્યા કરવી એ બધા પશુઓના ગુણ છે. એક શેરીનાં કુતરાં બીજી શેરીનાં કુતરાં સાથે શત્રુતા રાખે છે, કલહ કરે છે, જનાવરા માંહામાંહિ લડે છે એટલે દ્વેષ, કલહ, વગેરે ગુણા પશુઓમાં ઘણું ભાગે જોવામાં આવે છે, તેથી ઉક્ત ગુણા મનુષ્યના નહિ પણ પાશવ ગુણા છે. શું ઉત્તમ માણસ જાતને તેવા ગુણ્ણા ધારણ કરવા