________________
ધર્મ ભાવના
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा!
આ વાના મર્મને હદયમાં ઉતારી, નિડર થઈ ધર્મના મેદાનમાં પડવાને કટિબદ્ધ થા. ધર્મ કઈ જાતિ કે કોમને માટે રિઝર્લ્ડ (Reserved) નથી. મારે તેની તલવાર અને પાળે તેને ધર્મ, એ કહેવત પ્રમાણે ધર્મના મેદાનમાં પડવાનો હક્ક દરેક જાતિ કે કોમને માટે એક સરખે છે. શરત માત્ર એટલી જ કે પર બતાવેલ પાપ કે દોષોથી દૂર રહેવું જોઇએ. ખાસ ભાર દઈને આદેશ કરવાનો હેતુ એ છે કે સમય વેગથી ચાલ્યા જાય છે. તે જરા પણ કોઈને માટે થોભે તેમ નથી. તેમ જ ગયો સમય કોઈ પણ શરતે પાછો વળે તેમ નથી. સમય પસાર થયા પછી તક વગરની મહેનત ફળદાયક નહિ નિવડે. મોસમને થોડો વરસાદ પણ ઘણું ફળને આપે છે ત્યારે કમોસમનો ઘણો વરસાદ પણ ઉલટું નુકસાન કરે છે. દરેકે મનમાં ચિંતવવું-ભાવવું જોઈએ કે એક પણ ક્ષણ વ્યર્થ ન ગુમાવતાં મળેલ સમયને ધર્મમાં ઉપયોગ થાય તો જ જીવનની સફળતા છે. (૯૭)