________________
ધર્મ ભાવના
૩૬૭ ત્યાં અસ્ત વ્યસ્ત-અવ્યવસ્થા થાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, નદી, સમુદ્ર વગેરે પદાર્થો પિતપતાના સ્વભાવમાં રહે છે, તો જ દુનિયાને વ્યવહાર સુવ્યવસ્થિતપણે ચાલે છે; પણ જે તે તે વસ્તુઓ પોતપોતાના ધર્મને-સ્વભાવને મૂકી દે, તો એક ઘડી તે શું પણ એક ક્ષણભર પણ જગતુ ટકે નહિ. પૃથ્વી સ્થિરતાને સ્વભાવ છેડી કંપવા માંડે, સમુદ્ર ભરતીઓટના સ્વભાવને મૂકી પાણી ફેલાવા દે, તે પ્રાણીઓની કેવી દશા થઈ પડે? એવી જ રીતે આત્માનો સ્વભાવ–ધર્મ સ્થિરતા શાંતિ સમાધિ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ છે. આ સ્વભાવમાં આત્મા ઉચગામી થાય છે એટલું જ નહિ પણ જન્મમરણરહિત થઈ મેક્ષમાં બિરાજે છે. તેથી વિપરીત પુગલના સ્વભાવમાં પડી જાય છે અને પોતાના સ્વભાવથી પતિત થાય છે ત્યારે ઉચ્ચગામી થવાને બદલે નીચગામી બને છે. આ વખતે દુર્ગતિમાં પડતા આત્માને બચાવનાર ધર્મ સિવાય બીજે કણું સમર્થ છે? આ દુનીયામાં સદ્ગતિ અને વસ્તુઓ માત્ર ધર્મની શુભ છાયાના આશ્રયથી જ મળી શકે છે. તદુi–
शार्दूलविक्रीडितम् । धर्माज्जन्म कुले शरीरपटुता सौभाग्यमायुर्बलं । धर्मेणैव भवन्ति निर्मलयशो विद्यार्थसंपत्तयः ॥ कान्ताराच्च महाभयाच्च सततं धर्मः परित्रायते । धर्मः सम्यगुपासितो भवति हि स्वर्गापवर्गप्रदः ॥ १॥
અર્થ–ધર્મથી જ સારા કુળમાં જન્મ, નીરોગી શરીર, સૌભાગ્ય, લાંબી જીદગી, બળ–સામર્થ, નિર્મળ કીર્તિ, વિદ્યા, ધન અને સંપત્તિ મળે છે. અટવિ-જંગલના વિષમ પ્રદેશમાં મહેટી મુશ્કેલીઓમાં ધર્મ જ માણસને હમેશ બચાવે છે. ધર્મની સારી રીતે આરાધના કરવામાં આવે તે સ્વર્ગ અને મેક્ષને આપનાર પણ તે જ છે.