________________
૩૬૮
ભાવના-શતક ઘણું કે કહે છે કે નીતિથી વર્તીએ તે બસ છે. ધર્મની શું જરૂર છે? આ કથન એકદેશી છે. નીતિનો પાયો ધર્મ ઉપર જ છે. પાયા વિના ઇમારત ટકે નહિ તેમ ધર્મ વિના નીતિ ટકી શકે જ નહિ. નીતિ એ સુવ્યવસ્થા છે, પણ ઉપર જણાવ્યું તેમ ધર્મ વિના વ્યવસ્થા થઈ શકતી જ નથી; પ્રાણીઓ પોતાના આત્માને સુસ્વભાવમાં રાખી શક્તા નથી, ત્યારે જ લડાઈ, મારફાડ, લુંટફાટ વગેરે અમાનુષિક કાર્યો થાય છે અને નીતિનો ભંગ થાય છે. સુસ્વભાવમાં તેઓ રક્ષિત થયેલ હોય અને ધર્મની છાયાના આશ્રય નીચે રહેલ હોય તે કદી પણ તેવાં કાર્યો થાય નહિ. નીતિ માત્ર ઐહિક સમાજસ્થિતિનું રક્ષણ કરે છે ત્યારે ધર્મ ઐહિક અને પરલૌકિક ઉભય સ્થિતિ સુધારે છે. ધર્મ સમાજને સ્વછંદી અન્યાય અને અધર્મનાં કૃત્યોથી બચાવે છે અને અશુભ કર્મના હુમલામાંથી આત્માનું રક્ષણ કરે છે. નીતિશાસ્ત્ર પણ ધર્મના કાયદાને પહોંચી શકતું નથી ત્યારે જ્ઞાતિ અને સમાજના કાયદાઓની તો શી વાત કરવી ? ધર્મને કોઈ પણ પહોંચી શકતું નથી. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જે કંઈ હોય તો તે માત્ર ધર્મ છે. આવા ઉત્તમ ધર્મને મેળવવાને અને વધારવાને જ્યારે સમય મળ્યો છે, દરેક અનુકૂળ સામગ્રી મળી છે, ત્યારે જે આલસ્ય, પ્રમાદ, વિકથા, નિન્દા, હિંસા, મૃષા, ચોરી, દારી, તૃષ્ણ, ક્રોધ, માન, માયા, લેભ, ઈર્ષ્યા, અસૂયા, ફ્લેશ વગેરે પાપ–દેષ સેવવામાં વખત પસાર થાય તે તે એક સ્ફોટામાં હેટી ભૂલ થઈ ગણાય. આવી ભૂલમાં ન પડવા માટે ઉપસંહાર તરીકે કહેવામાં આવે છે કે “તસ્મત કુર પ્રયત્નમ” હે ભદ્ર! તેટલા માટે તું પ્રયત્ન કર. થાકયા કે કંટાળ્યા વિના મોક્ષના માર્ગમાં ધર્મની સડક ઉપર સતત ચાલ્યા જ કર. લોકો શું કહે છે તેની પણ દરકાર કર્યા વિના એક દિશાભિમુખ પંથ કાપતો જ.
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥