________________
ભાવના-શતક
અને કલ્પવૃક્ષ, એ સર્વને ભેગ આપવો પડતે હેય તો બહેતર છે કે સર્વને ભેગે પણ ધર્મને સ્વીકાર કરવો, ધર્મનું ખરી લાગણીથી પાલન કરવું, નસેનસમાં તેના પ્રવાહને વહેવા દેવો. હાડની મિજામાં પણ ધર્મને રંગ લાગી જાય એટલે સુધી ધર્મની છાપ શરીર મન અને આત્મા ઉપર પડવા દેવી. (૯૫-૯૬.)
ઘર્મમાવનારા ૩પસંહારઃ | दुर्गतिकूपे पतता-मालम्बनमस्ति किं विना धर्मम् ॥ तस्मात्कुरु प्रयत्नं । समयेऽतीते प्रयासवैफल्यम् ॥९७॥
બારમી ભાવનાને ઉપસંહાર અર્થ–હે ભદ્ર! દુર્ગતિરૂપ કુવામાં પડેલા અથવા પડતા પ્રાણએને દુઃખમાંથી બચવા કે ઉપર આવવાને જે કંઈ પણ આલંબન હોય તો તે ધર્મ વિના બીજું કંઈ નથી. પૈસા સત્તા રાજય કુટુંબ કે બીજી કોઈ વસ્તુ સદ્દગતિમાં લઈ જનાર નથી. દુર્ગતિમાંથી કહાડી સગતિમાં કે મુક્તિમાં લઈ જનાર માત્ર ધર્મ જ છે, માટે હે ભવ્ય !
જ્યાં સુધી સમય અનુકૂળ છે ત્યાંસુધી ધર્મને માટે ગમે તે પ્રયત્ન કર. સમય હાથમાંથી ગયો તો પછી પ્રયાસ નિષ્ફળ થશે અને પશ્ચાત્તાપ કરતાં પણ ફરી સમય નહિ મળે, માટે લાંબો વિચાર કર અને વગર વિલંબે શુભ પુરૂષાર્થ કર. ફરી પસ્તાવો કર ન પડે તેવી દરેક જાતની ગોઠવણ કર. (૯૭)
વિવેચન-ધર્મ શબ્દ “” ધાતુ ઉપરથી બનેલું છે. તેને અર્થ ધારણ કરવું–કે આપવો થાય છે. “ટુર્તિ પ્રાતત્કાળ-ધાણાદ્ધર્મ ૩રતેઅર્થાત દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધરી રાખે છે માટે ધર્મ કહેવાય છે. “વહુલહાવો ધમો” વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ શાસ્ત્રકારે દર્શાવ્યું છે. સ્વભાવ વસ્તુને પોતાના સ્વરૂપમાં ધરી રાખે છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવથી જે પતિત થાય તે