________________
ધર્મ ભાવના
૩૬૫
માનમાં તે અદશ્ય જ છે, તેમ છતાં પણ તે મૂળ સંકુચિત કે સ્વપ નહિ પણ અત્યંત વિશાળ છે. ધર્મ જે ફળ આપે છે, તે કુળ ખીજી કાઈ પણ વસ્તુથી મળી શકતું નથી. પુલ, માળા, વસ્ત્ર, આભૂષણુ, સ્ત્રી, પુત્ર, મિત્ર, દ્રવ્ય, વૈભવ વગેરે સાધારણ પદાર્થીથી મળતાં સુખની તે શી વાત કરવી? પણ અસાધારણ પદાર્થોં જેવા કે કામદુધા ગાય, ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ, કલ્પલતા, પારસમણિ વગેરે અલૌકિક વસ્તુએ જે ફળ આપે તેની સાથે પણ ધર્મના ફળની સરખામણી થઈ શકે તેમ નથી, કારણકે તે પદાર્થો જે મૂળ આપે તે પૌદ્ગલિક ઐહિક દુઃખગર્ભિત સ્વલ્પકાળસ્થાયિ અને સાતિશય હોય છે. ધારો કે કાષ્ઠને ચિંતામણિ રત્ન મળ્યું, તેના પ્રભાવથી ખાનપાન વસ્ત્ર આભૂષણ મ્હેલ બગીચા વગેરે ચિંતિત પદાર્થો મળ્યા પણ તેથી શું તે માણુસને માત નહિ આવે? તેનું શરીર રાગ અને જરાગ્રસ્ત નહિ થાય ? અશુભ કર્મીના વિલય થઇને ચિત્તની પૂરેપૂરી પ્રસન્નતા થઈ જાય ? નહિ જ. જરા રાગ મૃત્યુ અશાંતિ વગેરે બધા ઉપદ્રા ઉપલી વસ્તુઓની સાથે રહી શકે છે, ત્યારે ધર્મની સાથે તે ઉપદ્રવેાના નિવાસ થઇ શકતા નથી. ધમ કાળાંતરે જે ફળ આપે છે તે આત્મિક આન છે કે જે અંત વગરના શાશ્વત છે. તેની સાથે દુ:ખનું મિશ્રણ રહેતું નથી. અનેક જાતના દુઃખમાંનું કાઇ પણ દુ:ખ રહેવા પામતું નથી. ધથી મેાક્ષની પ્રાપ્તિ થતાં જન્મ, જરા, મરણુ, રાગ, શાક, આધિ, વ્યાધિ, ઉપાધિ, પરતંત્રતા, ભય વગેરે સર્વના વિલય થઇ જાય છે. આ કુળ માત્ર એક ધર્મોથી જ મેળવી શકાય છે, સ્વર્ગીય અને મેાક્ષરૂપ કુળ ધર્મ સિવાય બીજી કાઈ વસ્તુથી મેળવી શકાતું નથી. એટલા માટે ધર્મના ફળ સાથે કાઇ પણ કુળની સરખામણી થઈ શકે નહિ. ધનું સંગીન અને સંપૂર્ણ કુળ ભલે આ તે આ જીંદગીમાં મળે નહિ, ભલે ભવાંતરમાં તેની પ્રાપ્તિ થાય તાપણું આવું ઉત્તમ અને સંગીન ક્ળ આપનાર ધર્મને માટે ધન, માલ, ખાગ, બગીચા, મહેલ, મેાલાત, ચિંતામણિ રત્ન