________________
ધર્મ ભાવના
૩૬૬ કઈ વસ્તુ છે કે જે વસ્તુની સિદ્ધિ પરમાથી પુરૂષે બતાવેલ ધર્મથી ન થઈ શકે? અથવા દુનીયામાં મહેટામાં મોટું પણ એવું દુઃખ કર્યું છે કે જે દુઃખને વિનાશ ધર્મથી ન થઈ શકે ? અર્થાત સંપૂર્ણ દુઃખને વિનાશ કરી સંપૂર્ણ સિદ્ધિને આપનાર ધર્મ છે. ધર્મ કરતાં બીજી કઈ ઉત્તમ વસ્તુ નથી અને ધર્મ કરતાં વધારે કોઈનું સામર્થ્ય નથી. ધર્મનું માહાસ્ય અકથનીય છે. (૯૬).
વિવેચન-સાધારણ રીતે માણસને એવી શંકા થાય કે ધર્મ શામાટે કરવો જોઈએ ? ધર્મનું એવું શું ફળ છે કે જેની આશાએ ઐહિક સુખનો ભેગ આપી ચારિત્ર આદિ શ્રમ ઉઠાવવો? આને ઉત્તર ઉપરના બે કાવ્યમાં આપવામાં આવ્યો છે. દરેક પ્રવૃત્તિનું ફળ દુઃખને અસ્ત અને સુખને ઉદય માનવામાં આવે છે. માણસ ખોરાક એટલા માટે લે છે કે ભૂખરૂ૫ દુઃખની નિવૃત્તિ થાય અને પ્તિરૂ૫ સુખની પ્રાપ્તિ થાય. દવા એટલા માટે પીએ છે કે રોગના દુઃખની નિવૃત્તિ થતાં આરોગ્ય સુખનો ઉદય થાય. પૈસા મેળવવાનો પ્રયાસ એટલા માટે કરે છે કે દરિદ્રતા–તંગીનું દુઃખ દૂર થતાં જોઈતી વસ્તુ મેળવી સુખી થઈ શકાય. ફળ બે પ્રકારનાં છે, તાત્કાલિક અને કાલાન્તરભાવિ. ખોરાકનું ફળ પહેલા પ્રકારનું છે, કારણ કે ખોરાક લીધા પછી તત્કાળ ભૂખની નિવૃત્તિ અને તૃપ્તિ થાય છે. દવા અને પૈસા મેળવવાની પ્રવૃત્તિનું ફળ તેટલું તાત્કાલિક નથી, કેમકે આરોગ્ય અને પૈસાની પ્રાપ્તિ તત્કાળ ભાગ્યે જ થાય, બાકી તો કાળાંતરે થાય છે. ખેડુત જમીનમાં બી વાવે છે, તેનું ફળ બે ચાર મહીના પછી મળે છે. માળી ઝાડ રોપે છે તેનું ફળ વરસે પછી મળે છે અને રાયણુ જેવાં કેટલાંએક ઝાડનાં ફળ તેના વાવનારાને નથી મળતાં; કિન્તુ તેની સંતતિને જ મળે છે. એવી જ રીતે શોધોના સંબંધમાં છે. ઘણું શોધક શોધને પાયો નાંખી ખ્યાતિ મેળવ્યા સિવાય એમ ને એમ દુનીયા છેડી ચાલ્યા ગયા; તેની