________________
૩૬ર
ભાવના-શતક
મેહનીયની સર્વ પ્રકૃતિને ઉપશમ થાય ત્યારે અગીયારમું અને ક્ષય થાય તે બારમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે અને તેના પરિણામ તરીકે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થતાં તેરમું ગુણસ્થાન મળે છે. આ ગુણસ્થાન પછી અવશ્ય આયુષ્યને અંતે ચૌદમે ગુણસ્થાને જઈ મોક્ષ મેળવાય છે. આવી રીતે કરવાની ક્ષીણતાથી ચારિત્ર્ય ધર્મની વૃદ્ધિ બતાવતાં એમ જણાવ્યું કે શાંતિ અને સમાધિમાં જ ધર્મની ઉત્ક્રાંતિ થાય છે. ચારે કસોટીમાં જૈન ધર્મની શ્રેષ્ઠતા પ્રતીત થાય છે, તે શ્રેષ્ઠતા શ્રત અને ચારિત્ર ધમની ખીલવણુમાં અને ગુણસ્થાન ઉપર હડવામાં છે–માત્ર વાતો કરવામાં નથી એ રહસ્ય ભૂલી જવાનું નથી. (૯૩-૯૪)
ઈમરુમ્ | तत्फलमवाप्यते नो। कामगवीतः सुरद्रुमेभ्यो वा ॥ सुरचिन्तामणितो वा। धर्मोऽपूर्व हि यत्फलं दत्ते ॥९५॥
ઘમાખ્યું तद्वस्तु न त्रिलोके । जिनधर्मात्तु भवेन यत्साध्यम् ॥ तद्दुःखं नो किञ्चि-द्यस्य विनाशो न जायते धर्मात् ॥१६॥
ધર્મનું ફળ અર્થ—જે ફળની સિદ્ધિ ધર્મના સેવનથી થાય છે, તે ફળ કામધેનુ ગાય, કલ્પવૃક્ષ, દેવતા કે ચિંતામણિ રત્નના સેવનથી મળી શકતું નથી. કામધેનૂ વગેરેથી જે ફળ મળવાનો સંભવ છે, તે ફળ થોડા વખતને માટે પણ પૂર્ણ સિદ્ધિને આપનાર નથી ત્યારે ધર્મના સેવનથી મળતું મોક્ષરૂ૫ ફળ ચિરકાળસ્થાયી અને સંપૂર્ણ સુખને આપનાર છે. (૮૫)
- ધર્મનું મહાગ્ય. સ્વર્ગ, મર્યાં અને પાતાળ લોકની અંદર ઉત્તમમાં ઉત્તમ એવી