________________
૩૬૦
ભાવના-શતક.
ગણતા સમાન ભાવ ધરનારા હતા. રાગ અને દ્વેષને દૂર કરી વીતરાગ દશા ગાળનારા હતા. સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. તેથી જૈન ધર્મના પ્રકાશક દેવ પૂરેપૂરી યોગ્યતા ધરાવનારા છે. ઉપદેશક ધર્મગુરૂઓ પણ કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, પંચમહાવ્રતધારી, અખંડ બ્રહ્મચારી, સત્યવાદી, સ્વાશ્રયી, નિઃસ્વાર્થી અને પરમાર્થ અંદગી ગાળનારા છે. દેવ અને ગુરૂની ઉત્તમતાથી જૈન ધર્મની ઉત્તમતા સર્વત્ર વિખ્યાત છે, જૈન ધર્મનાં શાસ્ત્રો જીવ અજીવ આદિ પ્રમાણસિદ્ધ નવ તનું પ્રતિપાદન કરનારા છે કે જે નવ તો જાણવાથી જીવને દુઃખ–બંધન કેમ થાય અને છુટકાર કેમ મળે, પુણ્ય શું અને પાપ શું, ધર્મ શું અને અધર્મ શું, કર્મની વૃદ્ધિ અને કર્મની હાનિ-નિર્જરા કેવી રીતે થાય તેનું યથાર્થ જ્ઞાન થાય. આ શાસ્ત્રો તીર્થંકરે કહેલ અને ગણધરેએ રચેલ હોવાથી પ્રમાણુરૂપ છે, અબાધિત તત્વને દર્શાવનારાં છે, તેથી તે પણ ધર્મની ઉત્તમતા સાબીત કરે છે. જૈન ધર્મનું સ્વરૂપ શ્રતધર્મ અને ચારિત્રધર્મ એમ બે ભાગમાં વહેચાએલું છે. મૃતધર્મ સમ્યગૂજ્ઞાન અને સમ્યગુદર્શન એમ બે ભાગમાં વહેંચાએલો છે, એટલે સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફ ચારિત્ર, એમ ત્રણ સર્કલમાં ધર્મનો સમાવેશ થાય છે. સમ્યગ જ્ઞાન એટલે પદાર્થોનું યથાર્થ જ્ઞાનતત્ત્વજ્ઞાન. સમ્યગદર્શન એટલે તત્ત્વને યથાર્થ નિશ્ચય-શ્રદ્ધાન. સમ્યફ. ચારિત્ર એટલે શુદ્ધ વર્તન, જેમકે કોઈને દુઃખ દેવું નહિ, અસત્ય ભાષણ કરવું નહિ, અદત્ત વસ્તુ લેવી નહિ, બ્રહ્મચર્ય પાળવું, નિષ્પરિગ્રહી-સતિષી થવું, ચાલવામાં, બોલવામાં, જીવનનિર્વાહ કરવામાં, વસ્તુ લેવા મૂકવામાં અને શરીરની હાજતો સાચવવામાં બેદરકાર ન થતાં યતનાવંત થવું. ટુંકામાં ઉંચા પ્રકારને સદાચાર તે ચારિત્ર. આ ત્રણ વસ્તુને જ જૈનધર્મ મોક્ષમાર્ગ તરીકે ઓળખાવે છે, ખરી રીતે મોક્ષમાર્ગ એ જ ધર્મ ગણાય છે. હિંસા, અસત્ય, ઠગાઈ, કપટ, વિશ્વાસઘાત, ચોરી, દારી, તૃષ્ણા, માંસ, મદિરા, જુગાર, વેશ્યા