________________
ધર્મ ભાવના
૩૫૯ મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમેહનીય એ સાત પ્રકૃતિના ઉપશમ ક્ષપશમ કે ક્ષયથી ચેાથે ગુણસ્થાનકે પ્રથમ શ્રત ધર્મને આવિર્ભાવ થાય છે. આ ગુણસ્થાનકે જેકે વિરતિરૂ૫ ચારિત્ર્ય ધર્મ નથી પણ દષ્ટિ શુદ્ધ થવાથી શ્રત ધર્મની સંપત્તિ થાય છે. બીજા ચારિવ્ય ધર્મના બે ભેદ છેઃ દેશથી ચારિત્ર્ય અને સર્વથી ચારિત્ર્ય; તેમાં દેશવિરતિ–ચારિત્ર્ય અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભને દૂર કરવાથી પાંચમે ગુણસ્થાનકે આવિર્ભાવ પામે છે અને સર્વ વિરતિ-સર્વથી ચારિત્ર્ય પ્રત્યાખ્યાનીની ચેકડીને પણ દૂર કરવાથી છઠ ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે, અર્થાત મેહનીયની અમુક અમુક પ્રકૃતિઓના ક્ષય ક્ષયપશમ ઉપર શ્રત અને ચારિત્ર્ય ધર્મના આવિભવને આધાર છે; એટલે ચોથે ગુણસ્થાનકે એકલો શ્રત ધર્મ, પાંચમે શ્રત ધર્મ અને દેશથી ચારિત્ર્ય ધર્મ, અને છઠે ગુણસ્થાનકે શ્રત અને સર્વથી ચારિત્ર્ય ધર્મને ઉદય થાય છે. (૯૪)
વિવેચન–દેવગુરૂની યોગ્યતાથી ધર્મની ગ્યતા જણાવી પ્રકૃત બે કાવ્યમાં ધર્મનું સ્વરૂપ દર્શાવતાં ધર્મની સ્વતસિહ ચોગ્યતા બતાવવામાં આવે છે. ધર્મની બીજી પરીક્ષાઓ શ્રત, શીલ અને સમાધિ છે. જે ધર્મનાં શાસ્ત્રો અવિરૂદ્ધ, નિર્બાધ અને પ્રમાણસિદ્ધ સત્ય તત્વનું પ્રતિપાદન કરે અને અસદ્ ઉપદેશ ન કરે, તે શ્રુતશાસ્ત્ર ધર્મની બીજી પરીક્ષા છે. જે ધર્મ સદાચારરૂપ હોય અને સમાધિ ઉપજાવતો હોય તે ધર્મની ત્રીજી અને ચોથી પરીક્ષા છે. દાખલા તરીકે જૈન ધર્મના પ્રકાશક શ્રી ઋષભદેવથી શ્રી મહાવીરસ્વામી સુધી ૨૪ તીર્થકર થયા. ચોવીશેનાં ચરિત્રો વાંચતાં જણાય છે કે તેઓ કામ, ક્રોધ, મોહ, મદ આદિ દોષોથી રહિત હતા, સક્યુરિદ્ધિ મળ્યા છતાં તેનો ત્યાગ કરી ત્યાગી બન્યા હતા. મહાપુરૂષને છાજે તેવી પવિત્રમાં પવિત્ર છંદગી ગાળનારા હતા. શત્રુ કે મિત્ર, તુણુ કે મણિ, પથ્થર કે ધન, એ સર્વને એકસરખી રીતે