________________
અશુચિ ભાવના
૨૧૩ સહજ સમજાય તેમ છે, છતાં આશ્ચર્ય છે કે લોકો વિષયને છોડતા નથી. આ શરીર એક એવા ગુંચવાડા ભરેલું યંત્ર છે કે તેની અંદરને કોઈ ભાગ બગડી જાય તે હેટા કારીગરો પણ તેને સુધારી શકતા નથી. વળી તે એક એવી વિચિત્ર ઘંટી છે કે જેમાં પવિત્ર પદાર્થો ઓરાય છે તે અપવિત્ર થઈ બહાર નીકળે છે. શરીરના કોઈ પણ ભાગમાંથી પવિત્ર વસ્તુ તે નીકળતી જ નથી. પુરૂષને નવ દ્વારે અને સ્ત્રીને બાર દ્વારે અશુચિ-અપવિત્ર પદાર્થો વહ્યા કરે છે. બીજા ઘરને વરસે કે પાંચ વરસે એકવાર સમરાવવાં પડે છે ત્યારે આ શરીરરૂપ ઘરને દિવસમાં બે ત્રણ વાર સમારવું પડે છે. સવારે ભર્યું બરે ખાલી અને બપોરે ભર્યું કે સાંજે ખાલી. એવી અખુટ ખાડે છે કે રેજને રેજ બે ત્રણ વાર તેમાં ખેરાક નાંખ્યા છતાં તે કદી ભરાતી જ નથી. છતાં તે ખાડે પૂરવાને માટે અનેક પાપકર્મો કરવાં પડે છે. આટલું છતાં પણ તે અપવિત્ર ને અપપવિત્ર, અસ્થિર અને અસ્થિર; તો પછી આવા અસ્થિર અને અપવિત્ર શરીરમાં શું મોહ રાખવો? તેનાથી તો જેટલો પરોપકાર થાય તેટલો જ લાભ છે. (૪૨ થી ૪૭.)
सनत्कुमारस्य शरीरम् । यस्य श्लाघा देवसभायां विबुधाग्रे । भूयोभूयो गोत्रभिदातीव कृतासीत् ॥ देहो ग्रस्तः सोपि चतुर्थस्य च सार्वभौमस्याहो षोडशरोग्या समकालम् ॥४८॥
સનસ્કુમાર ચક્રવર્તીનું શરીર અર્થ–પહેલા દેવલેકના ઈન્દ્ર દેવતાઓની સભામાં જે શરીરના રૂપ અને સૌંદર્યની વારંવાર અગત્યની પ્રશંસા કરી હતી, અને